સેવા
યુવા ટીમ દ્રારા ફેન્સી કપડાં વિતરણ કરાયાં
આજ દિવસ સુધીમાં ૧૫૦૦ જેટલા બાળકોને કપડાં વિતરણ કરાયાં

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
ખેડબ્રહ્મા શહેરની યુવા ટીમ દ્રારા અંતરિયાળ વિસ્તારના વિધાથીઁઓને કપડાં વિતરણ કરાયાં હતાં.
જેમાં ધોળીવાવ, ખેરગઢ, કલોલ, કલોલકંપો, વાઘેશ્વરી, દેરોલ, નાકા ગામની પ્રાથમિક શાળાઓ
તથા જાડી સેંબલ આશ્રમ શાળાના વિધાથીઁઓને ફેન્સી ડ્રેસ તથા અન્ય કપડાં નુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.
આગામી દિવસોમાં પણ કપડાં વિતરણનુ અભિયાન ચાલુ રહેશે તેવુ યુવા ખેડબ્રહ્માના પ્રમુખ બ્રિજેશ બારોટે
જણાવ્યુ હતુ. આ સેવા યજ્ઞમાં પરિમલ ચૌધરી સહીત અન્ય યુવા કાયઁકરો જોડાયા હતા.