પોલીસ
એક સાથે બબ્બે ગુનાઓના આરોપીઓને પકડતી ખેડબ્રહ્મા પોલીસ
પીઆઈ ડી.આર.પઢેરીયાના મોનીટરીંગ હેઠળ કામગીરીમાં મળી સફળતા

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો મહેસાણાના ભમ્મરીયા નાળા ખાતે રહેતો આરોપી કાળુભાઈ બાબુભાઈ ઠાકોરને ઈન્ચાર્જ પી.એસ.આઈ જાડેજા તથા તેમની ટીમના કમીઁઓએ મહેસાણા ખાતેથી ઝડપી લીધો હતો.
જ્યારે તા.3 એપ્રિલના રોજ મટોડા પાસે એક રાહદારી દક્ષેશભાઈ ત્રિવેદીને ટક્કર મારીને ફરાર થઈ જતા અમદાવાદ નારોલના રહેવાસી રાજુ ધમઁદેવ ઓઝાને
ખેડબ્રહ્માના કોન્સ્ટેબલ કુલદીપભાઈ કીકમભાઈ, ધવલકુમાર કેવળભાઈ તથા વિનોદભાઈ મેવાભાઈ સહીતની ટીમે પોકેટકોપની મદદથી અટીઁગા ગાડી સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો.
ઉપરોકત બંને ગુના માટે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપવા માટે કામગીરી હાથ ધરી હતી તેવુ ખેડબ્રહ્મા પીઆઈ ડી.આર.પઢેરીયાએ જણાવેલ હતુ.