ખેડબ્રહ્માના ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલીને બે ચોરો સાથે ₹5.75 લાખનો મુદ્દામાલ રીકવર કરતી ખેડબ્રહ્મા પોલીસ
રાજસ્થાનના શીરોહી પોલીસ સ્ટેશનનો ચોરીનો ગુનો કબુલ કરતા ચોરો

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ખેડબ્રહ્મા પોલીસ સ્ટાફના કમઁચારીઓ પેટ્રોલીંગ તેમજ વાહનચેકીંગની કામગીરી દરમ્યાન તા.૦૨/૦૬/૨૦૨૫ નારોજ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એ.એસ.આઈ. અનિરુધ્ધસિંહ શુભેન્દ્રસિંહને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૩૧(૪),૩૦૫ (એ) મુજબના ગુન્હાના કામે ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના વેચવા માટે બે ઈસમો બાઈક નં. RJ-19-BQ-6277 ની ઉપર
બેસી ખેરોજથી ખેડબ્રહ્મા આવવા માટે નીકળેલ છે જે બાતમી હકીકત આધારે અમો મટોડા ત્રણ રસ્તા ખાતે વાહનચેકીંગમા હતા તે દરમ્યાન બાતમી મુજબના નંબરવાળુ મોટરસાયકલ આવતા તેને ઉભુ રાખાવેલ અને મોટરસાયકલના ચાલકનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ દિનેશકુમાર માંગીલાલ પ્રજાપતી રહે.બીલાડા કુંભારોનો મોટોવાસ ભાર્ગવોનો વાસ નજીક તા.બીલાડા જી.જોધપુર (રાજસ્થાન)નો હોવાનુ તથા મોટરસાયકલના પાછળના ભાગે બેઠેલ ઇસમનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ ગોવિંદરામ શ્યામલાલ ભાર્ગવ (જોષી) રહે.બીલાડા બર્ફાનો વાસ તા.બીલાડા જી.જોધપુર (રાજસ્થાન)નો હોવાનુ
જણાવેલ હતુ. બાઈકની પાછળ બેઠેલ ઈસમ પાસે એક કાળા કલરની પ્લાસ્ટીકની થેલી હતી જેમાં તપાસ કરતાં સોના તથા ચાંદીના દાગીના હતા. જેથી બંન્ને ઈસમોને આ સોના ચાંદીના દાગીના બાબતે પુછતા સંતોષકારક જવાબ આપતા ન મળતાં બંનેની ઉંડાણપુર્વક પુછપરછ કરવા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને લાવતાં બંનેએ આ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ખેડબ્રહ્મા વાસણારોડ જલારામ સોસાયટી ખાતે રહેતા સુરેશભાઇ ભોમાજી પ્રજાપતિના મકાનમાથી ગઈ તા. 20-5-2025 નારોજ રાત્રીના સમયે ચોરી કરેલાનુ કબુલાત કરી હતી. જ્યરે મળતી માહીતી મુજબ બંને ચોરોએ સગા સાઢુભાઈને ત્યાં ચોરી કરતાં સમગ્ર પ્રજાપતી સમાજમાં ખળભળાટ મચી ગયો છે. સાથે રાજસ્થાનના શીરોહી પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હાની કબુલાત કરતા બંને આરોપીઓને ચોરીના ગુનાના કામે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
બાતમીને આધારે બંને ચોરને સફળતાપૂર્વક પકડવા તેમજ વધુ કાયઁવાહી હાથ ધરવા માટે ખેડબ્રહ્મા પોલીસ ઈન્સ્પેકટર ડી.આર. પઢેરીયા, એ.એસ.આઈ. અનિરુધ્ધસિંહ શુભેન્દ્રસિંહ, ધર્મેદ્રભાઈ નટવરભાઈ, વિકાસકુમાર હસમુખભાઈ, પ્રદિપસિંહ મહેન્દ્રસિંહ, અક્ષયકુમાર પોપટભાઈ, દિલીપભાઈ રણછોડભાઈની ટીમે કામગીરી કરી હતી.