રાજનીતિ

સાબરકાંઠા જીલ્લા મહામંત્રી તરીકે નિમણુક અપાઈ

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ 

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તથા પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકરજી તેમજ ઝોન મહામંત્રી રજનીભાઈ પટેલની સૂચના અને માગઁદશઁનથી સાબરકાંઠા જીલ્લા પ્રમુખ કનુભાઈ પટેલે જીલ્લા મહામંત્રી તરીકે

ગુજરાતના છેવાડાના એટલે કે રાજસ્થાન બોડઁરને આવેલા કોટડા ગામના લુકેશભાઈ વેસાભાઈ સોલંકીની સાબરકાંઠા જીલ્લા ભાજપ મહામંત્રી તરીકે નિમણુકની જાહેરાત કરવામાં આવી છે.

લુકેશભાઈ સોલંકી છેલ્લા ત્રણ ટર્મ થી સાબરકાંઠા જીલ્લા આદિજાતી મોરચાના પ્રમુખ તરીકે પદભાર સંભાળી રહ્યા છે જ્યારે ખેડબ્રહ્મા અને પોશીના તાલુકા પંચાયતમાં બે-બે વાર સભ્ય તરીકે ચૂંટાયા હતા ખેડબ્રહ્મા તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન તરીકે નો હોદ્દો નિભાવી ચુકયા છે અને સાબરકાંઠા જીલ્લા સંગઠનમાં બે ટમઁ સુધી આદીજાતી મોરચાના મહામંત્રી તરીકે પણ સેવાઓ આપેલ હતી.

જ્યારે પોશીના તાલુકા ભાજપ પ્રમુખ તરીકે રુમાલભાઈ અરજણભાઈ ધ્રાંગીની નિમણુક કરાઈ હતી.

તેઓ હાલ આદિજાતી મોરચાના પ્રદેશ કારોબારીના સભ્ય છે અને પોશીના તાલુકા ભાજપ ના પૂર્વ મહામંત્રી તરીકે પણ સેવાઓ આપેલ છે.

એજ ક્રમમાં વડાલી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે માલપુરના અમૃતભાઈ પ્રભુભાઈ પટેલ અને મહામંત્રી તરીકે ડોભાડા ના ખુશાલસિંહ કિશોરસિંહ વાઘેલાની નિમણુક કરાઈ હતી.

સવેઁ નવનિયુક્ત હોદ્દેદારોને જીલ્લા તથા તાલુકા ભાજપના કાયઁકરોએ અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Back to top button
error: Content is protected !!