ખેડબ્રહ્મામાં શાકભાજીના વેપારીઓ વેપાર માટે લડાઈ : એક મહિલા સહિત છ વિરુદ્ધ ફરિયાદ નોધાઈ

ખેડબ્રહ્માના મદનલાલ ઢગલુજી પ્રજાપતી સ્ટેટ બેંક પાછળ ખેડબ્રહમા ખાતે રહે છે. અને શાકભાજીના વેપાર કરે છે. ગઈ તા.૨૭ માર્ચના રાત્રીના તેઓ ઘરે આરામ કરતાં હતા અને તેમના પુત્ર ભાવેશભાઈ અને તેની પત્ની આરતીબેન બન્ને જણા રાજસ્થાન જવા નીકડેલ હતા અને રસ્તામાં ફોન ઉપર કાકી ઉષાબેન મનોજભાઈ પ્રજાપતીનો ફોન આવેલ હતો અને તે બધાને ખરાબ ગંદી ગાળો બોલતા હતા. જેથી તેને તેમના પિતા મદનલાલને જાણ કરી હતી.
તે વખતે મનોજભાઈએ મદનલાલ ઉપર ફોન આવેલ અને તે કઈ પૂછે તે પહેલા તેઓ ખરાબ ગંદી ગાળો બોલવા લાગેલ અને જણાવેલ તમો અરવિંદકુમાર બંસીલાલ પ્રજાપતીનાઓ બે ચાર દિવસ પહેલા તમારી દુકાને શાકભાજી લેવા સારૂ આવેલ હતા ત્યારે તમો કેમ અમારી વિરૂધ્ધમાં ખરાબ બોલતા હતા. જેથી મદનલાલે કહેલ કે અરવિંદભાઈ મારી દુકાને આવીને ભાવતાલની વાત કરતો હતો અને કહેતો હતો કે, મનોજભાઈ પાસે તો આટલા ભાવમાં મળે છે જેથી મદનલાલે કહેલ કે મનોજભાઈનુ નામ મારી આગળ ન હી લેવાનુ તેમ કહેલ હતુ જેથી આ મનોજભાઈ મદનલાલ ઉપર મોબાઈલ ફોનમાં ગુસ્સે થઈ તકરાર કરી ગંદી ગાળો બોલવા લાગેલ હતા અને ફોન મુકી દિધેલ હતો ત્યાં બાદ દશરથકુમાર વરધીચંદ પ્રજાપતીનો મોબાઇલ નંબર -૭૮૭૪૨૭૧૦૩૫ ઉપરથી ફોન આવેલ અને મને ખરાબ ગંદી ગાળો બોલી જણાવતો હતો કે તમો અહી આવો છો કે અમો તમારા ઘરે આવીએ અને આવીને તમોને બધાને માર મારવાનો છે. તે પછી આ મનોજભાઈ વરધીચંદ પ્રજાપતી, ઉષાબેન મનોજભાઈ પ્રજાપતી, છોટાલાલ વરધીચંદ પ્રજાપતી, દશરથભાઈ વરધીચંદ પ્રજાપતીનાઓ મદનલાલાના ઘરે આવેલ તે વખતે આ દશરથભાઈના હાથમાં લાકડી હતી અને કહેતા હતા કે, તુ કેમ મારા વિશે બજારમાં ખરાબ વાતો કરે છે અને તે વખતે આ ઉષાબેન મદનલાલના ઘરમાં આવી ફેટ પકડી બહાર ખેંચેલ અને મને માર મારવા લાગે તે વખતે આ મનોજભાઇ તથા છોટાલાલ તથા દશરથભાઈ ત્રણેય જણાઓએ મદનલાલ ગડદાપાટુનો માર મારી જપાજપી કરતા હતા જેથી તેમનો દિકરો દિપક તથા નીતીન તથા પુત્રવધુ ટવીંકલબહેન તથા તેમના પત્ની મેનાબેન છોડાવવા વચ્ચે પડતા આ દશરથભાઈનાઓ તેમના હાથમાંની લાકડી મેનાબેનના ડાબા હાથ ઉપર મારેલ અને આ આરોપીઓ સાથે ઝપાઝપી કરતા હતા તે વખતે બુમાબુમ થતા ફળીયાના બીજા માણસો આવી જતાં આ બધા જતા રહેલ હતા ત્યારબાદ પાછળથી અરવિંદકુમાર બંસીલાલ પ્રજાપતિ તથા વરધીચંદ ખીયાજી પ્રજાપતિ બંને જણા આવેલ અમોને મા-બેન સામી ગાળો બોલવા લાગેલા અને હવે પછી અમારા કુટુંબના માણસોનુ નામ લેશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી જતા રહેલ હતા જેથી મદનલાલ પ્રજાપતિએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાવી હતી.