ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
આજે ખેડબ્રહ્મા શહેર તથા ખેડબ્રહ્મા તાલુકા વિસ્તારની મેડીકલ સ્ટોસઁમાં ખેડબ્રહ્મા પોલીસની વિવિધ ટીમો બનાવી ગેરકાયદેસર ડ્રગ્સ દવાઓનું વેચાણ થાય છે કે નહી ? તે બાબતે ચેકીંગ કરવામાં આવેલ તેમજ નિયમ અનુસાર જરૂરી નિભાવવાના થતા રજીસ્ટરોનું ચેકિંગ કરવામાં આવેલ હતું જે પૈકી
ચાર મેડીકલ સ્ટોરોમાં જરૂરી રજીસ્ટર નિભાવણી ન થયેલ હોવાના કારણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને યોગ્ય કાર્યવાહી કરવા રીપોર્ટ કરવા તજવીજ કરવામાં આવેલ છે. પોલીસ ઈન્સ્પેકટર ડી.એન.સાધુના મોનીટરીંગ હેઠળ તમામ કામ ચેકીંગ હાથ ધરાયુ હતુ.