આરોગ્ય

ખેડબ્રહ્મા સહીત સાબરકાંઠા જીલ્લામાં ગેરકાયદેસર રીતે તમાકુનું વેચાણ કરતા વેપારીઓ દંડાયા

૧૧૨ વહેપારીઓ સામે કેસ : ₹૧૦૦૮૦/- દંડ વસુલાયો

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

 સાબરકાંઠા જિલ્લામાં કલેકટર નારાયણ લલીત સિંઘ સાંદુ ની સુચના અન્વયે તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લામાં જીલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય શાખા અને પોલીસ તંત્રની સંયુક્ત ટીમ ધ્વારા તમાકુના વેચાણ કરતા લારી ગલ્લા દુકાનો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જે અંતર્ગત ૧૮ વર્ષથી નાની વયનાને તમાકુ વેચાણ કરવું દંડનીય અપરાધ છે, તેવું સૂચક બોર્ડ મુકવામાં ન આવ્યું હોય તેવા શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુની બનાવટોના વેચાણકર્તા, જાહેર સ્થળોએ બીડી-સિગારેટનું સેવન કરનાર, તમાકુની બનાવટોની પરોક્ષ કે પ્રત્યક્ષ જાહેરાત આપનાર, નિર્દિષ્ટ આરોગ્ય વિષયક ચિત્રાત્મક ચેતવણી વિનાની તમાકુ બનાવટોનું વેચાણ અને ઈ – સિગારેટનું વેચાણ – સંગ્રહ – ઉપયોગ વગેરેએ અન્વયે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત જીલ્લાના તાલુકા મથક હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર, પ્રાંતિજ વિસ્તારમાં તમાકુ અધિનિયમ – ૨૦૦૩ ની વિવિધ કલમો હેઠળ ૧૧૨ કેસ નોધી રૂ.૧૦,૦૮૦ દંડની વસુલાત કરવામાં આવ્યો હતો.

 

Related Articles

Back to top button
error: Content is protected !!