રાષ્ટ્રીય

દીધીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ સ્વાગત કરાયુ

સાંસદ રમીલાબેન બારા રહ્યા ઉપસ્થિત

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ 

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દીધીયા ગામે રાજયસભાના સાંસદ રમીલાબેન બારા દ્રારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા નુ ઉષ્માભેર સ્વાગત કરાયુ હતુ.

વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રમીલાબેન બારાએ જણાવેલ કે ઉજવલા યોજના, આયુષ્યમાન કાડઁ, આંગણવાડી, ઉજવલા યોજના તથા અન્ય યોજનાઓના લાભાર્થીઓને લાભ લેવાના બાકી હોય તો કેન્દ્ર સરકાર તમારા ગામમાં આવી છે,

આ પ્રસંગે સિકલ સેલ અને ડાયાબિટીસ ના ટેસ્ટ પણ કરવામાં આવ્યાં હતા. ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

જ્યારે લાભાન્વિત થયેલ લાભાર્થીઓને ઉજવલા યોજના તથા આયુષ્યમાન કાડઁનુ વિતરણ કરાઈ હતી.

કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો અને પ્રાકૃતિક ખેતી કરવા પ્રાથમિક શાળાના બાળકો દ્રારા “ધરતી કહે પુકાર કે” નુ નાટક રજૂ કરાયુ હતુ.

ઉપસ્થિત ગ્રામજનોએ ભારત દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદરમીલાબેન બારા, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈપટેલ,

જીલ્લા ભાજપ પ્રમુખ મુળજીભાઈ પટેલ, મામલતદાર, ટીડીઓ, તલાટી તથા અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Back to top button
error: Content is protected !!