લક્ષ્મીપુરામાં બહેનોની હક્ક કમી ખોટી નોંધ માટે પ્રાંત ઓફીસ ઘ્વારા ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
શિરસ્તેદારે નોધાવી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને નોધાવી ફરિયાદ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં સર્વે નંબર 491ની જમીનમાં ભાઈએ પોતાની બે બહેનોની હકકમી માટે ખોટા સોગંદનમાં રજૂ કરી નોંધ પડાવેલ હતી જે અંગે પ્રાંત ઓફિસમાં બહેનો ઘ્વારા વાંધા અરજી રજુ કરતા કેસ ચાલેલ જેમાં પ્રાંત ઓફીસ ઘ્વારા 4 જૂને પોલીસ ને ફરિયાદ દાખલ કરવા જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામના સર્વે નમ્બર 491ની જમીનમાં ખાતેદાર ઠાકોર વનરાજભાઇ સોમાભાઇએ તેમની બહેનો ઠાકોર કોદીબેન સોમાભાઇ અને ઠાકોર તારાબેન સોમાભાઇના નામો ઠાકોર વનરાજભાઈ સોમાભાઇના તરફેણમાં હકકમી અંગેની નોધનં. 5744, 2 મેં 2025 ના રોજ પડાવેલ હતી અને આ નોંધ સામે બંને બહેનોએ વાંધા અરજી આપતા પ્રાંત અધિકારી, ખેડબ્રહ્માની કોર્ટમા તકરારી કેસ દાખલ થયેલ હતો જેની 3 જૂન 2025 ના રોજ સુનાવણી રાખવામા આવેલ હતી. જેમાં કેસ સુનાવણી દરમીયાન હકકમી થનાર બંન્ને બહેનોના ખોટા અંગુઠાના નીશાન લઇ તદન ખોટુ સોગંધનામુ કરી વાદગ્રસ્ત હકકમી અંગેની નોધ પડાવેલાનુ જણાય હતું. અને ત્યાર બાદ હકકમી થનાર બંને બહેનોએ તેમને આપેલ વાંધા અરજી પરત ખેંચવા અંગેની પણ ખોટી અરજી આપેલ હોવાનુ પ્રાથમિક દ્રષ્ટીએ જણાય આવેલ હતું .
આમ હકકમી થનાર બંને બહેનોની જાણ બહાર બનાવટી દસ્તાવેજો ઉભા કરી ખોટી રીતે હકકમી અંગેની નોધ નં.5744 પડાવેલ હોવાનુ જણાય આવેલ જેથી આ અંગે ફોજદારી રાહે તપાસ કરવી જરૂરી હોઈ પ્રાંત ઓફીસના શિરેસ્તેદાર એન.જે.ડોડીયા ઘ્વારા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ઠાકોર વનરાજભાઈ સોમાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.