જતન પ્રોજેક્ટ અંતર્ગત સાબરકાંઠા જીલ્લા વિકાસ અધિકારીએ ખેડબ્રહ્માના ધોઈ અને પીપોદરા ગામની મુલાકાત લીધી
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
નીતિ આયોગના સૂચકાંકો માં માતા મરણ અને બાળ મરણ અત્યંત મહત્વના છે. તંદુરસ્ત ભારતના નિર્માણમાં કિશોરી નુ સ્વાસ્થ્ય મહત્વની બાબત છે. સાબરકાંઠા જિલ્લામાં કિશોરીઓમાં એનિમિયાના અને બાળકોમાં કુપોષણના પ્રમાણમાં ઘટાડો લાવવાનાં ધ્યેય સાથે ખેડબ્રહ્મા ના ધોઈ અને પીપોદરા ગામોમાં જતન પાયલોટ પ્રોજેકટ તરીકે પસંદ કરી વિશેષ કામગીરી કરવામાં આવેલ છે.
આજે જતન પ્રોજેક્ટ અંતર્ગત કુપોષણ નાબુદી ના ધ્યેય સાથે ખેડબ્રહ્માના ધોઈ ગામે બુબડીયા ફળોમાં સામાજિક વર્તન પરિવર્તન સંચાર બેઠક કરવામાં આવી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયાએ કિશોર- કિશોરીઓ અને વાલીઓને કિશોરીઓમાં હિમોગ્લોબિનના પ્રમાણ અને તેના મહત્વ અંગે જાણકારી આપી લોહ તત્વ યુક્ત આહાર અને લીલા શાકભાજીના મહત્વ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
જીલ્લા વિકાસ અધિકારી હષઁદ વોરાએ કિશોરીઓને અને બાળકોને આપવામાં આવતા મગ, ચણા અને ખજૂરની કીટના યોગ્ય ઉપયોગ, સ્થાનિક ફળો અને શાકભાજીનો નિયમિત ખોરાકમાં ઉપયોગ કરવા ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.
આજના કાર્યક્રમમાં અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કિશોરસિંહ ચારણ, આર.સી.એચ.ઓ.ડૉ.જયેશ પંડ્યા અને ખેડબ્રહ્મા તાલુકાના આરોગ્ય અધિકારી કે.એમ.ડાભી સહીત આરોગ્ય વકઁરો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.