લ્યો… બોલો..!! રુ.2000 (બે હજાર)ની લાંચમાં પાંચ આરોપી
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
આ ઘટના ડભોઈ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી શરાફી મંડળી ની કચેરીમાં ડભોઈ જી. વડોદરા ખાતે બનવા પામેલ છે.
જેમાં આ કામના ફરિયાદી ગ્રુપ આચાર્ય તરીકે પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. જેઓની શાળામાં સને ૨૦૨૧-૨૨ ના વર્ષનું ઓડિટ આરોપી નંબર પ દ્વારા મે/૨૦૨૫ માં કરવામાં આવેલું જેનો ઓડિટ રિપોર્ટ આવવાનો બાકી છે. આ ઓડિટમાં કોઈ ક્વેરી ન આવે તે માટે આરોપી નંબર ૧ કે જેઓ વસઈ ગ્રુપ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે તેઓએ ઓડિટરને રૂ. ૪૦,૦૦૦ આપવા માટે ડભોઇ તાલુકાના તમામ ગ્રુપ આચાર્યની પાસે રૂપિયા ૨,૦૦૦/ લાંચની માંગણી કરેલ હતી અને આ બાબતે રુ.૨૦૦૦/-ની રકમ એકબાજાને પહોચાડતાં તમામ ચારેય આરોપીઓની ACB એ ધરપકડ કરી વધુ કાયઁવાહી હાથ ધરી હતી.
આરોપીઓ…
(૧) ઘનશ્યામભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ, હોદ્દો આચાર્ય, વસઈ પ્રાથમિક શાળા તા. ડભોઇ જી. વડોદરા, વર્ગ-૩.
(૨) બુદ્ધિસાગર સોમાભાઈ પટેલ, (નિવૃત્ત શિક્ષક), રહે. ડભોઇ જી. વડોદરા
(૩) મહેન્દ્રસિંહ ગણપતસિંહ સોલંકી, હોદ્દો, આચાર્ય ખૂંધિયાપુરા પ્રાથમિક શાળા, તા.ડભોઇ, જી. વડોદરા.
(૪) મુકુંદભાઈ બાબુભાઈ ચૌહાણ(નિવૃત્ત શિક્ષક), રહે. ડભોઇ જી. વડોદરા.
(૫) જયશ્રીબેન હીરાભાઈ સોલંકી, સરકારી ઓડિટર, રહે. ગોત્રી, વડોદરા