પોલીસ

વડાલીના ભજપુરાની બાળકીના અપહરણનો આરોપી પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ

ખેડબ્રહ્મા ખેડવા બોડઁર પરથી ચોરીની બાઈક સાથે જણાયુ

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

ખેડબ્રહ્મા પોલીસ ઈન્સ્પેકટર ડી.એન.સાધુ પોલીસ સર્વેલન્સ ટીમ દ્રારા સઘન ચેકીંગ હાથ ધરાયુ હતુ. જે આધારે સર્વેલન્સ ટીમના કમીઁઓ ખેડવા બોર્ડર ખાતે વાહન ચેકીંગમાં હતા તે વખતે બાતમી મળેલ કે એક ઈસમ સિલ્વર કલરની ચોરીની બાઈક લઈ ધ્રોઈ થી ઝાઝંવા પાણાઈ તરફથી આવે છે. જે હકીકત આધારે સદર બાતમી વાળી બાઈક સાથે શંકાસ્પદ ઈસમ આવતા તેની પુછપરછ હાથ ધરતાં નામઠામ પુછતાં

નામ કાનજી લાલજીભાઈ ગમાર ઉ.વ.૨૫ રહે.બુજા(ઝેર) તા.કોટડા છાવણી જી.ઉદેપુર રાજસ્થાનનો હોવાનુ જણાવેલ હતુ. જેથી સદર ઈસમ પાસેની બાઈકના આધાર પુરાવા તેમજ ઓળખના પુરાવા માગતાં ઈસમ ગલ્લા તલ્લા કરતો હોય અને સંતોષકારક જવાબ આપતો ન હોઈ જેથી ખેડબ્રહ્મા પો.સ્ટેશન લાવી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા સદર બાઈક બાબતે કોઈ ચોક્કસ હકીકત જણાવતો ન હોય તથા વધુ પુછપરછમાં તા.૦૬/૦૮/૨૦૨૫ ના રોજ સાંજના આશરે ચારેક વાગ્યાના સુમારે વડાલીના ભજપુરા ગામેથી આ જ બાઈક પર એક પાંચેક વર્ષની બાળકીને ઉપાડી લઈ ગયેલાની હકીકત જણાવતો હોય અને આ અંગે

વડાલી પો.સ્ટેશન થી ખાત્રી કરાવતા આ હકીકત અંગે વડાલી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોઈ જેથી આરોપીને ભોગ બનનાર બાળકી સંબંધે વધુ પુછપરછ કરતા બાળકી તલોદ તાલુકાના પુંસરી મુકામે પોતે ખેતી કામે ભાગમાં રહેલ હોય તે શેઠના કુવા પર હોય જેથી સદર આરોપીને સાથે રાખી તે ભાગમાં રહેલ હોય તે જગ્યાએ પુંસરી મુકામે આવેલ ખેતરે જઈ તપાસ કરતા ભોગબનનાર બાળકી આરોપીના ભાઈ તથા માતા પાસે હોય ત્યાંથી ભોગબનનાર બાળકીનો કબજો મેળવી અત્રેના પો.સ્ટે ખાતે લાવી સદર આરોપી તેમજ ગુન્હામાં વાપરેલ મો.સા તથા ભોગબનનાર બાળકીને આગળની કાર્યવાહી સારુ વડાલી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવેલ છે. આમ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારના બાળકીના અપહરણનો તથા ઇડર પોલીસ સ્ટેશનની મો.સા ચોરીનો એમ કુલ-૦૨ ગુન્હાઓનો ભેદ ઉકેલી ખેડબ્રહ્મા પોલીસે વધુ એક સફળતા મેળવેલ છે.

Related Articles

Back to top button
error: Content is protected !!