ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
સાબરકાંઠા જીલ્લાના વતની એવા હષઁ પરમારે 1997 માં ઈડર મામલતદાર કચેરીના કલાકઁથી કારકીર્દીની શરુઆત કરી હતી. 2010 માં ખેડબ્રહ્મા નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મળ્યા બાદ વિવિધ ટેબલ પર ફરજ બજાવતાં કલેક્ટર હિતેષ કોયા દ્રારા હિંમતનગર કલેક્ટર કચેરીમાં બદલી કરાઈ હતી. ત્યારબાદ 2023 માં હિંમતનગરથી મામલતદાર તરીકે પ્રમોશન મળ્યા બાદ સુરેન્દ્રનગરનો લખતર તાલુકો ત્યારબાદ અમદાવાદના દસક્રોઈથી 2025 માં સીધા સાબરકાંઠા જીલ્લાના વડાલી ખાતે મામલતદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
હષઁ પરમારે વડાલી મામલતદાર તરીકે વિધિવત ચાજઁ સંભાળતાં સરકારની વિવિધ યોજનાઓની ફાઈલોની સમીક્ષા કરીને ઝડપી નિકાલ કરવા તથા લાભાર્થીઓને ઝડપથી લાભ મળે તે માટે સ્ટાફ મિટીંગમાં જણાવ્યુ હતુ.