
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસથી એટલે કે તા.25 થી 31 જૂલાઈ 2025 દરમિયાન ખેડબ્રહ્માના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે બપોરે 2 થી 5 કલાક દરમિયાન શિવ મહાપુરાણ કથાનું રસપાન દેવ દરબાર ગંભીરપુરા ઈડરના મહંત પ.પુ. શ્રી મંગલપુરી મહારાજના સાનિધ્યમાં શરુઆત થયેલ છે.
મહેશભાઈ ચૌધરી (વિનાયક ફનિઁચર) અને વિજયભાઈ ઉફેઁ ગગાભાઈ ચાવલા (કે.ટી.ટ્રેડિંગ) પરિવાર કથાના મુખ્ય યજમાન તરીકે રહ્યા છે.
જયારે પોથીયાત્રા લક્ષ્મી સોસાયટી સ્થિત મહેશભાઈ ચૌધરીના નિવાસસ્થાનથી નિકળીને મુખ્ય બજારમાં થઈને કથા સ્થળ સુધી પહોચી હતી અને પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કથામાં ઉપસ્થિત રહ્યા હતા.