સાબરકાંઠામાં કોણે ભાજપનો છેડો ફાડયો ?
"ગુજરાત જોડો અભિયાન" અંતર્ગત લાંબડીયામાં "આપ" ની સભા યોજાઈ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
આમ પાટીઁએ “ગુજરાત જોડો અભિયાન”ની મુહીમ ચલાવી છે. જેમાં લાંબડીયા ખાતે વિશાળ જનસભા યોજાઈ હતી. સ્થાનિકો આ સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ખેડબ્રહ્મા તાલુકા ભાજપમાં ગાબડું પાડીને ખેડબ્રહ્મા તાલુકા પૂર્વ મહામંત્રી, પૂર્વ ઉપપ્રમુખ બક્ષીપંચ, પૂર્વ સંયોજક માલધારી સેલ ખેડબ્રહ્મા તાલુકાના ભાજપના લક્ષ્મણભાઈ દેસાઈ એ ભાજપ ને અલવીદા કરી ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગરભાઈ રબારી, ઉત્તર ગુજરાત પ્રભારી બિપીનભાઈ ગામેતી,
પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી સી.એમ.પટેલ, ખેડબ્રહ્મા શહેર પ્રમુખ અને જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણી નિરીક્ષક જયદીપભાઈ પારેખ, ખેડબ્રહ્મા વિધાનસભા સહ પ્રભારી અર્જુનભાઈ ગરાસીયા અને પોશીના તાલુકા પ્રમુખ ની વિશેષ ઉપસ્થિતિ માં આમ આદમી પાર્ટી નો ખેસ પહેરી અનેક લોકો આમ આદમી પાર્ટીની કામની રાજનીતિ સાથે જોડાયા હતા.