જન્મજયંતિ

સ્વ.રાજીવ ગાંધીની જન્મજયંતીએ શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

ખેડબ્રહ્મા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્રારા યોજાયો કાયઁક્રમ

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીજીની જન્મજયંતીએ પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. સ્વ.રાજીવ ગાંધીજીને યાદ કરતાં આધુનિક ભારતના ઘડવૈયાએ વિજ્ઞાન અને

ટેકનોલોજી થકી દેશનો ઝડપી વિકાસ કઈ રીતે થાય તેનો રાહ ચીંધ્યો હતો તેવા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન તેમણે કરેલા કાર્યોને આજના દિવસે યાદ કરવામાં આવ્યા હતા. સ્વ. રાજીવગાંધીની જન્મજયંતીના કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભમરસિંહ ચંદાવત અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત શર્મા ઉપરાંત ખેડબ્રહ્મા નગરના કોર્પોરેટરો અને કાયઁકરો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!