બદલી

રાજ્યના 10 IAS અધિકારીઓની બદલી નો ગંજીફો ચીપાયો : સાબરકાંઠા કલેક્ટરની પણ બદલી કરાઈ

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

રાજ્યના આઇએએસ અધિકારીઓની બદલીનો દોર જારી છે. સરકારે આઇએએસની બદલીનો ગંજીફો ચીપવાનું ચાલુ રાખ્યું છે. રત્નાકંવરની સાબરકાંઠાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

રાજ્યના આઈએએસ અધિકારીઓની બદલીમાં રત્નાકંવરની સાબરકાંઠાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. સુજીત કુમારની ભાવનગરના કમિશ્નર તરીકે નિમણૂક કરાઈ છે.

આ ઉપરાંત શ્વેતા ટીઓટીઆની ગુજરાત ઉર્જા વિકાસ નિગમમાં નિમણૂક કરવામાં આવી છે. કે.ડી. લાખાણી લેબર કમિશ્નર તરીકે નીમવામાં આવ્યા છે. એસ.કે. મોદીને નર્મદાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. એન.એન. દવેને વલસાડના કલેક્ટર નીમવામાં આવ્યા છે. એસ.ડી. ધાનાણીને પોરબંદરના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.

એન.વી. ઉપાધ્યાયને કોઓપરેટિવ સોસાયટીમાં મૂકાયા છે. લલિત નારાયણસિંઘ શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર છે. લલિત નારાયણસિંઘને હેન્ડલૂમ ડેવલપમેન્ટનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. બી.જે. પટેલને ગાંધીનગરના ડેવલપમેન્ટ કમિશ્નર બનાવવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!