રાષ્ટ્રીય
15 ઑગસ્ટ સ્વતંત્રતા દિનની ઉજવણીની પૂર્વ તૈયારી અંગે બેઠક યોજાઈ
કલેક્ટર સહીત સંબંધિત અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લામાં કલેકટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં 15 ઑગસ્ટ સ્વતંત્રતા દિનની ઉજવણીની પૂર્વ તૈયારી અંગે બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી.
સાબરકાંઠા જિલ્લામાં આગામી ૧૫મી ઑગસ્ટ-૨૦૨૫ સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી અવર ર્આન હાઇસ્કુલ કેમ્પસ પ્રાંતિજ ખાતે થશે. આ બેઠકમાં વિવિધ વિભાગે કરવાની થતી કામગીરી અંગે વિસ્તારે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક પ્રાયોજના વહીવટદાર, પ્રાંત અધિકારી સહિત વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.