જીલ્લા કક્ષાના 75 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખેડબ્રહ્મા ખાતે કરાઈ
કલેક્ટર નૈમેષ દવેના હસ્તે ધ્વજવંદન કરાયુ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
આજે 26 મી જાન્યુઆરી એટલે સમગ્ર દેશ પ્રજાસત્તાક પવઁ ઉજવી રહ્યુ છે ત્યારે સાબરકાંઠા જીલ્લા કક્ષાનો 75 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખેડબ્રહ્માની જ્યોતિ હાઈસ્કૂલમાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાબરકાંઠા જીલ્લા કલેક્ટર નૈમેષ દવેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ.
ધ્વજવંદન બાદ કલેક્ટર નૈમેષ દવેએ પરેડ નિરીક્ષણ કયુઁ હતુ તેમજ ખેડબ્રહ્મા તાલુકાના વિકાસ માટે રુ.25 લાખનો ચેક ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને અપઁણ કરાયો હતો.
સાબરકાંઠા જીલ્લામાં વિવિધ સરકારી વિભાગોએ મેળવેલ સિધ્ધીઓ તથા શ્રેષ્ઠ કામગીરી કરેલ કમઁચારીઓને કલેક્ટરના હસ્તે સન્માનીત કરાયા હતા.
તેમજ પોલીસ વિભાગના કમીઁઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
ખેડબ્રહ્મા તાલુકાના વિધાથીઁઓ દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.
જ્યારે વિવિધ વિભાગો દ્રારા ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર ટેબ્લોને ગીફ્ટ આપી સન્માનિત કરાયા હતા.
75 મા પ્રજાસત્તાક પવઁમાં રાજયસભા સાંસદ રમીલાબેન બારા, જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી લુકેશ સોલંકી, જીલ્લા વિકાસ અધિકારી હષઁદ વોરા, નિવાસી અધિક કલેકટર ક્રિષ્ના વાઘેલા,
જીલ્લા પોલીસ વડા વિજય પટેલ, જ્યોતિ હાઈસ્કૂલ ના આચાર્ય સુરેશ પટેલ તથા જીલ્લાના અધિકારીઓ સહિત કમઁચારીઓ અને આમ જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.