વહીવટ

હિંમતનગર ખાતે કલેક્ટર નૈમેષ દવેની અધ્યક્ષતામાં પત્રકાર સ્નેહ મિલન અને શુભેચ્છા સમારંભ યોજાયો

માહિતી ખાતાના હરિષ પરમારને સહાયક માહિતી નિયામક તરીકે બઢતી મળતા મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ  

સાબરકાંઠા જીલ્લામાં વિક્રમ સંવતના નૂતન વર્ષ નિમિતે કલેક્ટર નૈમેષ દવેની અધ્યક્ષતામાં પત્રકાર સ્નેહ મિલન અને શુભેચ્છા સમારંભ હોટલ મેડ ઓવર ગ્રીલ હિંમતનગર ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જીલ્લા કલેક્ટર નૈમેષ દવેએ વિક્રમ સંવતના નૂતન વર્ષની મંગલમય શુભેચ્છાઓ પાઠવી હતી.

તેઓએ જણાવ્યું હતું કે પત્રકરત્વ લોકશાહી દેશનો ચોથો સ્તંભ છે. લોકસેવામાં પત્રકારની મહત્વની ભુમિકા છે. પત્રકારાત્વ થકી ઉપયોગી માહિતી જન જન સુધી પહોંચાડવામાં આવે છે. આ સાથે જ હરિષ પરમારને સહાયક માહિતી નિયામક તરીકે બઢતી મળતા શાલ ઓઢાડીને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવી અને માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાયએ માહિતી ખાતાના હરિષ પરમારની કામગીરીને બિરદાવી હતી. તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી.

સાબરકાંઠા જીલ્લા માહિતી ખાતાના હરિષ પરમારને સહાયક માહિતી નિયામક તરીકે બઢતી મળતા મહાનુભાવો, પત્રકારમિત્રો તથા માહિતી વિભાગના પરીવાર દ્વારા શ્રીફળ, સાકાર, મોમેન્ટો તેમજ શાલ ઓઢાડી અંતઃકરણની શુભેચ્છાઓ પાઠવી હતી.

હરિષ પરમારે પોતાના કાર્યકાળ દરમિયાનના પ્રતિભાવો રજૂ કર્યા હતા સાથે જ પત્રકારમિત્રો દ્વારા પણ પોતાના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જીલ્લા પોલીસ વડા વિજય પટેલ, સાબરકાંઠા જીલ્લા નાયબ માહિતી નિયામક નિધિબેન જયસ્વાલ, અમદાવાદ, પાલનપુર તથા હિંમતનગર માહિતી વિભગાનો સ્ટાફ તેમજ પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન માહિતી ખાતાના માહિતી મદદનીશ શ્વેતા પટેલે કર્યુ હતુ.

 

Back to top button
error: Content is protected !!