લક્ષ્મીપુરા અને ગઢડા શામળાજીમાં રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ યોજાયો
રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા રહ્યા ઉપસ્થિત
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩નુ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. જે અંતર્ગત સાબરકાંઠા જીલ્લાના તમામ તાલુકામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ નો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ખેડબ્રહ્માના લક્ષ્મીપુરામાં રાજયસભા સાંસદ રમીલાબેન બારા તથા ગઢડા શામળાજીમાં જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ તારાબા ઝાલાના અધ્યક્ષ સ્થાને રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
લક્ષ્મીપુરા ખાતે યોજાયેલ કાયઁક્રમમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર વી.કે.પટેલે સ્વાગત પ્રવચનમાં પ્રાકૃતિક ખેતી વિશેની માહીતી પુરી પાડી હતી, જયારે રાજયસભાના સાંસદ રમીલાબેન બારાએ ગાયનુ પૂજન કરીને આરતી ઉતારી હતી અને વિવિધ પ્રાકૃતિક દવાઓના સ્ટોલ તથા શાકભાજીના સ્ટોલની મુલાકાત લીધી હતી તેમજ ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રોત્સાહિત કયાઁ હતા.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉ.એસ.કે.આચાર્ય તથા રાજયના પ્રાકૃતિક ખેતીના સહ સંયોજક દિક્ષિત પટેલ દ્રારા પ્રાકૃતિક ખેતી માં બેક્ટેરીયા તથા આચ્છાદન વિશે વિસ્તૃતમાં માગઁદશઁન આપવામાં આવ્યુ હતુ.
પીરાણા ખાતે રાજ્ય કક્ષાના રવિ કૃષિ મહોત્સવ માં ઉપસ્થિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નુ લાઈવ પ્રસારણ નિહાળ્યુ હતુ.
પ્રાકૃતિક ખેતી તરફ વળેલા અલ્પેશ પટેલ અને મહેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતીથી થયેલ ફાયદા તથા આવક વિશે અન્ય ખેડૂતો માટે પ્રેરણારુપ બન્યા હતા.
કૃષિ મહોત્સવમાં ખેડબ્રહ્મા વિભાગના નાયબ કલેક્ટર વંદના પરમાર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગીતાબેન, સાબરકાંઠા જીલ્લા પંચાયતના ખેતી અને સિંચાઈ સમિતીના પૂર્વ ચેરમેન હિતેન્દ્રસિંહ ચૌહાણ, ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ સહીત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આભાર દશઁન આત્મા પ્રોજેક્ટના કિરણ એચ.પટેલે કરી હતી.