
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
હવામાન ખાતાની આગાહી મુજબ બે દિવસ સુધી વાતાવરણમાં એકાએક પલટો આવતાં કમોસમી માવઠુ થયુ હતુ, જેમાં પશુઓ તથા ખેતીને નુકસાન પહોંચ્યુ હતુ.
જે અંતર્ગત કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવેલ કે એસડીઆરએફના નિયમો મુજબ રાજ્ય સરકાર દ્રારા સવેઁ કયાઁ બાદ હેક્ટર દીઠ રુ.૬૮૦૦ સરકાર દ્રારા ચુકવવામાં આવશે.
રાજ્યના ૨૩૬ તાલુકાઓ માં કમોસમી વરસાદ પડ્યા બાદ ખેતરોના ઊભા પાકને નુકસાન થયુ છે જેમાં ખાસ કરીને તુવેર, એરંડા, કપાસ જેવા પાકોને નુકશાન થયુ છે.