કૃષિ ટેકનોલોજી

હિંમતનગરમાં બરોડા કિસાન મેળો યોજાયો

૨૩૭ જેટલા લાભાર્થીઓને ૬૩ કરોડની સહાય વિતરણ

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ 

સાબરકાંઠા જીલ્લામાં બરોડા કિસાન પખવાડા અંતર્ગત બેન્ક ઓફ બરોડા દ્વારા આયોજીત બરોડા કિસાન મેળો ટાઉનહોલ હિંમતનગર ખાતે યોજાયો હતો.જીલ્લામાં 30 નવેમ્બર સુધી બરોડા કિસાન પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ કાર્યક્રમમાં બરોડા કોર્પોરેટ સેન્ટરના ચીફ જનરલ મેનેજર રવીન્દ્ર નેગીએ જણાવ્યુ હતુ કે દેશની અર્થ વ્યવસ્થા આગળ વધી રહી છે. વર્તમાન સમયમાં બેન્કિંગ સેવાઓના કારણે નાગરિકોને સરળતાથી પોતાના નાણાકીય વ્યવહારો થઈ શકે છે. સરકારની કેટલીક કલ્યાણકારી યોજનાઓ બેન્ક સાથે જોડાયેલી હોય છે.

પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન સુરક્ષા યોજના, અટલ પેન્શન યોજના જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સમાવેશ થાય છે. નાગરિકો આ યોજનાનો વધુમાં વધુ લાભ લે તે માટે અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં બેન્ક ઓફ બરોડાના જનરલ મેનેજર & જોનલ હેડ અશ્વિની કુમારે જણાવ્યુ હતુ કે બેન્ક ઓફ બરોડા દ્વારા પંદર દિવસ સુધી કિસાન પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે.

સાબરકાંઠા જીલ્લામાં આગામી સમયમાં યોજાનાર વિકસિત ભારત વિકાસ યાત્રા દરમિયાન જનકલ્યાણકરી યોજનાઓનો ગામે ગામ પ્રચાર પસાર અને લાભ આપવામાં આવનાર છે. જેમાં જીલ્લાના નાગરિકો જોડાય અને યોજનાઓનો લાભ લે તે અંગે જણાવ્યું હતુ.

આ કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કિસાન પખવાડા દરમિયાન લગભગ ૨૩૭ લાભાર્થીઓને રુ. ૬૩ કરોડની સહાય આપવામાં આવી છે.

 

આ કાર્યક્રમમાં બેન્ક ઓફ બરોડાના રીજીયોનલ હેડ એસ.કે.રાઠોડ, ડેપ્યુટી રીજીયોનલ મેનેજર સુશાંત હેમરોમ, બ્રાન્ચ મેનેજરો, લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!