આંતર કૃષિ યુનિવર્સિટીની સ્પધાઁઓ યોજાઈ
ચેસ અને ખોખો રમતમાં ખેડબ્રહ્મા તથા કબડ્ડીમાં ડીસા વિજેતા
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્રારા આયોજીત આંતર કૃષિ પોલીટેકનીકના વિધાથીઁઓ દ્રારા
વિધાથીઁ કલ્યાણ પ્રવૃત્તિઓ ના નિયામક ડૉ.કલ્પેશ ઠાકર ના અધ્યક્ષ સ્થાને ખોખો, ચેસ અને કબડ્ડી ની સ્પધાઁઓ ખેડબ્રહ્માની કૃષિ પોલીટેકનીકના યજમાન પદે યોજાઈ હતી.
ચેસ માં 4 ટીમ, ખોખો ની રમતમાં 4 ટીમ અને કબડ્ડીની રમતમાં 3 ટીમોએ ભાગ લીધો હતો.
જેમાં ચેસમાં ખેડબ્રહ્મા, ખોખો ની રમતમાં ખેડબ્રહ્મા જ્યારે કબડ્ડીમાં ડીસા ની ટીમ વિજેતા બની હતી હવે
આ તમામ ટીમો રાજ્ય કક્ષાએ સ્પધાઁઓ યોજાશે તેમાંભાગ લેવા જશે તેવુ કૃષિ પોલીટેકનીકના આચાર્ય ડૉ.જે.આર.પટેલે જણાવ્યુ હતુ.
કાયઁક્રમમાં અતિથિ વિશેષ તરીકે કૃષિ યુનિવર્સિટીના ડીન ડૉ.એસ.ડી.સોલંકી, જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલ તથા પ્રોફેસર સ્ટાફ અને વિધાથીઁઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.