ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
સાબરકાંઠા જીલ્લામાં ખેડબ્રહ્મા તાલુકાના નવી મેત્રાલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નુ ઉષ્માભેર સ્વાગત કરાયુ હતુ.
આ પ્રસંગે ઉપસ્થિત ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલે જણાવેલ કે ઉજવલા યોજના, આયુષ્યમાન કાડઁ, આંગણવાડીના લાભાર્થીઓને લાભ લેવાના બાકી હોય તો કેન્દ્ર સરકાર તમારા ગામમાં આવી છે, આ પ્રસંગે સિકલ સેલ અને ડાયાબિટીસ ના ટેસ્ટ પણ કરવામાં આવ્યાં હતા. ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો.
મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભારત દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ રામાભાઈ તરાળ, જીલ્લા પંચાયતના સદસ્ય, વિસ્તરણ અધિકારીઓ તથા વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ, તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.