પુરવઠો

અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ દ્રારા પોશીનામાં જાગૃતતા કાયઁક્રમ યોજાયો

 

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ 

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્રારા સાબરકાંઠા જીલ્લાના અંતરીયાળ પોશીના તાલુકામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો જાગૃતતા કાયઁક્રમ યોજાઈ હતો.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મદદનીશ નિયામક સોનલ સોનાણીએ ઉપસ્થિત પોશીના તાલુકાના આદિજાતીના લોકોને સસ્તા અનાજની દુકાનેથી મળતા અનાજની કુપન ફરજીયાત લેવા માટે અનુરોધ કરતા વિસ્તૃતમાં સમજાવતા કહ્યુ કે

કયા રેશનકાડઁમાં કોને કેટલા વજનનુ મફત અનાજ મળે છે સાથે ફોટિઁફાઈડ ચોખા, મીઠુ, તેલ, આટો તથા સંજીવની દૂધ વિશેના ફાયદાની સમજ આપી હતી.

આ જાગૃતતા કાયઁક્રમમાં ભારત પેટ્રોલિયમ કંપની લીમીટેડના જીલ્લા નોડલ સેલ્સ ઓફીસર આશિષ રંજન દ્રારા ઉજવલા યોજના મારફતે પ્રતિક સ્વરુપે ચાર બહેનોને કીટ આપવામાં આવી હતી.

આ કાયઁક્રમમાં સાબરકાંઠા જીલ્લા પુરવઠા અધિકારી એમ.જી.સોલંકી, નાયબ કલેક્ટર ડૉ.કે.જે.ગઢવી સહીત પોશીના તાલુકાના અધિકારીઓ, નાગરીકો તથા દુકાનદારો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Back to top button
error: Content is protected !!