
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
યાત્રાધામ ખેડબ્રહ્માના શ્રી અંબિકા માતાજી મંદિરમાં આરતી મંડળ દ્રારા આજે નવચંડી યજ્ઞ યોજાયો હતો
જેમાં હરેશભાઈ ગંગલાણી મુખ્ય યજમાન સહીત ૧૨ દંપતી યજ્ઞમાં બિરાજમાન થયા હતા.
શ્રી અંબિકા માતાજી મંદિરમાં દરરોજ સવારે નિયમિત આરતીમાં આવતા સભ્યોનુ એક આરતી મંડળ રચાયેલ છે. આ મંડળમાં આશરે ૯૦ સભ્યો રજીસ્ટડઁ થયેલ છે.
છેલ્લા ૧૬ વષઁથી કાયઁરત આ મંડળ દ્રારા દર વષેઁ ચાચર ચોકમાં માતાજી સમક્ષ નવચંડી યોજાય છે.
જેમાં ચાલુ વષેઁ પણ નવચંડી હવનમાં ૧૨ દંપતી જોડાયા હતા તેવુ ઈશ્વરભાઈ પ્રજાપતિ તથા પુખરાજભાઈ સોનીએ જણાવ્યુ હતુ.
આ નવચંડી યજ્ઞમાં તમામ સભ્યો ઉપસ્થિત રહીને આરતી ઉતારી હતી. સાંજે ૪ : ૩૦ કલાકે પુણાઁહુતી કરવામાં આવી હતી અને મહાપ્રસાદ નો લાભ લીધો હતો