રાજનીતિ

લોકસભા ચૂંટણી અનુલક્ષીને સાબરકાંઠા જીલ્લા ભાજપ સંગઠનની બેઠક યોજાઈ

સાબરકાંઠા લોકસભા બેઠક પાંચ લાખથી વધુ રેકર્ડ બ્રેક માર્જિનથી જીતવા કાયઁકરોને અનુરોધ : પ્રમુખ કનુભાઈ પટેલ

નમો એપના માધ્યમથી પેજ સમિતિના સભ્યોને જોડી જન કલ્યાણ નું આ અભિયાન ધરાતલ પર આવે તે દિશામાં પ્રયાસો જરૂરી : ગજેન્દ્રભાઈ સકસેના

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ 

આગામી લોકસભા ચૂંટણી અનુસંધાનમાં સાબરકાંઠા ભાજપ સંગઠનની એક અગત્યની બેઠક હિંમતનગર ખાતે યોજાઈ હતી.

આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ કનુભાઈ પટેલે આગામી લોકસભા ચૂંટણીના અનુસંધાનમાં વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે લોકસભાની તમામ બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત છે આ સાબરકાંઠા લોકસભા બેઠક પાંચ લાખ થી વધુ રેકોર્ડ બ્રેક માર્જિનથી જીતાય તે પ્રકારે સર્વે કાર્યકર્તાઓને કામે લાગવા હાકલ કરી હતી. તેમણે વધુમાં જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આગામી ૨૫ વર્ષમાં વિકસિત ભારત કેવું હશે તે પ્રમાણે કામગીરી કરી રહ્યા છે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશે વાત કરતા જણાવેલ કે આ કાર્યક્રમ થકી લાભાર્થીઓને સીધો લાભ થાય છે. જે કાર્યકરોને જવાબદારી આપવામાં આવે છે તે કાર્યકર્તા સમય ન કાઢે તો તુરંત બદલી નાખવાની પણ સંગઠનને સૂચના આપી હતી.

જીલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાએ સોશિયલ મીડિયાનો ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત તેઓએ નમો એપના માધ્યમથી પેજ સમિતિના સભ્યોને જોડવા તેમજ વધુને વધુ લોકો સુધી સરકારની કામગીરીની માહિતી સ્પષ્ટપણે પહોંચે તે દિશામાં નક્કર કામગીરી માટે કાર્યકર્તાઓને દિશા દર્શન કર્યું હતું. પ્રદેશે નક્કી કરેલા કાર્યક્રમો કેવી રીતે થાય તેની માહિતી આપી હતી અને જિલ્લામાં ૩૫૪ શક્તિ કેન્દ્ર છે તેમાં શું કરવું તેની પણ માહિતી આપી હતી. ગજેન્દ્રભાઈ સક્સેનાએ વધુમાં જણાવેલ કે તાલુકાઓના વિસ્તારકોનો પ્રવાસ ગોઠવી નક્કર કામગીરી કરવાની છે, દરેક ગામે પણ એક દિવસનો વિસ્તારક યોજના બનાવી વિસ્તારકોને કેવી રીતે જોડવા તેની માહિતી આપી હતી.

ધારાસભ્ય રમણલાલ વોરાએ સંબોધનમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી રાજ્ય તેમજ કેન્દ્રની ભાજપ સરકારની તમામ યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે પૂરક બનવા સૌ કાર્યકર્તાઓને અપીલ કરી હતી. આ ઉપરાંત તેઓએ બુધ સશક્તિકરણ સહિત ચૂંટણીલક્ષી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

જીલ્લા વિસ્તારક નરેન્દ્રસિંહ સોઢાએ જણાવેલ કે હું અને અમારા તાલુકા વિસ્તાકો જે બુથ નબળું છે ત્યાં અમારો પ્રવાસ રહેશે. અમે દરેક ગામે જવાના છે તેમજ અમારા વિસ્તારોકો શું કામગીરી કરશે તેની માહિતી આપી હતી. જીલ્લા ભાજપ મહામંત્રી વિજયભાઈ પંડ્યા એ રાજકીય ઠરાવ વિશે બેઠકમાં નરેન્દ્રભાઈએ કરેલા કામોને અભિનંદન આપતો ઠરાવ વિશે જણાવેલ અને 22 જાન્યુઆરી રામ મંદિર નું લોકાર્પણ છે તે દિવસે ભાજપનો કાર્યકર્તા ઘરે-ઘરે દીવો પ્રગટાવે, ભજન થાય, રોશની થાય, મહા આરતી થાય, તેનું આયોજન કરે અને ઉજવણી કરે તે વિશે જણાવેલ અને વિકસિત ભારત યાત્રાના એમ્બેસેડર બને તે વિશે જણાવેલ. આ બેઠકમાં કાર્યક્રમનું સંચાલન જિલ્લા મહામંત્રી લુકેશભાઈ સોલંકી એ કયુઁ હતુ.

બેઠકમાં જીલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેના, જીલ્લા ભાજપા અધ્યક્ષ કનુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કૌશલ્યાકુંવરબા પરમાર, ધારાસભ્ય રમણલાલ વોરા, જીલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, લુકેશભાઈ સોલંકી સહિત જીલ્લા ભાજપ સંગઠન તેમજ સમાવિષ્ઠ મંડલ, ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Back to top button
error: Content is protected !!