ખેડબ્રહ્મા નગરના લોકોએ ઉંધીયા સાથે પતંગ ચગાવવાની મોજ માણી
યુવકોએ ધાબા પર મ્યુઝિક સીસ્ટમ સાથે પતંગબાજી કરી
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
આજે ઉતરાયણના દિવસે પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગ ચગાવવા માટે વહેલી સવારથી ધાબા પર ચઢી ગયા હતા સાથે ઉંધીયાની પણ મોજ માણી હતી.
ખેડબ્રહ્મા સહીત સમગ્ર સાબરકાંઠા જીલ્લામાં ઉતરાયણ એટલે ઉંધીયુ,જલેબી અને ફાફડા સાથે વિવિધ પ્રકારની ચીકીઓ ના સ્વાદની મજા માણતા પતંગ રસિયાઓ કીકીયારીઓ સાથે અને ડીજેના તાલે આગાશીઓ ગજવી મુકી હતી.
જ્યારે પતંગ ચગાવવાની તો મજા આવે છે પણ દિવસભર કપાયેલા પતંગ લૂંટવા માટે અલગ સમુદાય પતંગ લૂંટીને તૈયાર કીન્ના વાળા પતંગ વેચીને રોજી મેળવવાનો પણ આનંદ લેતા જોવા મળ્યા હતા.
મીઠાઈના વહેપારીએ જણાવ્યુ હતુ કે ચાલુ વષેઁ લીલી શાકભાજીનો ઉતારો પુષ્કળ પ્રમાણમાં થયો હોવાથી ઉંધીયા ના ભાવમાં કોઈ વધારો કરવામાં આવેલ નથી અને ગત વર્ષ કરતાં દોઢ ગણુ ઉંધીયુ બનાવ્યુ હતુ.
બપોરે બાર વાગ્યે સુધીમાં ઉંધીયાનો સ્ટોક ખતમ થતાં તેની જગ્યાએ જલેબી, ફાફડા અને કચોરી એ જમાવટ કરી હતી.