આરોગ્ય
મોતિયાના ઓપરેશન બાદ ૧૭ દદીઁઓને અંધાપાની અસર
માંડલની રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલમાં આડ અસરના અહેવાલ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગના અધિક નિયામક ર્ડા. નિલમ પટેલે તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, માંડલ ખાતે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં તમામ લોકોની સારવાર થઈ હતી.
દર્દીઓને અંધાપાની અસર થતા તમામને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. ગતરોજ અમે તબીબો અને અધિકારીઓની ટીમને સ્થળ પર મોકલી છે. તેમજ અન્ય ૧૨ દર્દીઓને પણ ત્યાં સારવાર માટે દાખલ કરાયા છે. કુલ ૧૦૩ લોકોનાં ઓપરેશન થયા હતા.
ત્રણ તારીખ પછીનાં ઓપરેશન અંગે ચકાસણી કરીશું. અંધાપાનુ કારણ કોઈ રીતે ઈન્ફેક્શન પણ હોઈ શકે છે. તેમજ નવી સુચના ન મળે ત્યાં સુધી માંડલની હોસ્પિટલમાં ઓપરેશન નહી થાય તેમ જણાવ્યુ હતુ.