
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
લોકસભાની ચૂંટણી પહેલા અનેક વિભાગમાં બદલીઓનો દૌર શરુ થઈ ગયો છે.
રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર થયા છે. સુત્રો દ્રારા મળતી માહીતી મુજબ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના ૩૮ અધિકારીઓ જ્યારે મામલતદાર કક્ષાના ૨૯ અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે.
GAS કેડરના જૂનિયર સ્કેલના ૧૨ પ્રોબેશનરી અધિકારીઓને મહેસૂલ વિભાગમાં ફળવાયા છે. તો બીજી તરફ ગાંધીનગર જીલ્લામાં પણ પોલીસની પણ આંતરિક બદલી કરાઈ છે. ગાંધીનગર જીલ્લામાં પોલીસ કોન્સ્ટેબલની આંતરિક બદલી કરાઈ છે જેમાં ૪૮૪ કોન્સ્ટેબલ નો સમાવેશ થાય છે.