ખેડબ્રહ્માની જ્યોતિ વિદ્યાલયનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાશે
સંતો, નિવૃત્ત શિક્ષકો, દાતાઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનુ સન્માન કરાશે
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
જ્ઞાન વિહાર એજ્યુકેશન ટ્રસ્ટ પ્રેરિત શ્રી દેવી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંતશ્રી નથ્થુરામબાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્માનો તા.૧૦ – ૧૧ ફેબ્રુઆરીના રોજ સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરાશે.
સંતશ્રી નથ્થુરામબાપા જ્યોતિ વિદ્યાલય ની સ્થાપના વષઁ ૧૯૭૦ માં થઈ હતી જ્યારે તેનો સુવર્ણ જયંતિ મહોત્સવ વષઁ ૨૦૨૦માં કોરોનાની મહામારીને લીધે ઉજવણી કરી શકાઈ નહોતી તેવુ વિદ્યાલય ના આચાર્ય સુરેશ પટેલે
વધુમાં જણાવેલ કે તા.૧૦-૧૧ ફેબ્રુઆરીના રોજ ઉજવણી પ્રસંગે નિવૃત્ત શિક્ષકોનુ સન્માન કરાશે સાથે પારિવારીક મિલન, સંતોના આશીર્વચન, ભૂતપૂર્વ વિધાથીઁઓનુ સન્માન તથા દાતાઓના સન્માન કાયઁક્રમ યોજાશે, સાથે સાંસ્કૃતિક કાયઁક્રમ દ્રારા સ્વાગત કરીને ઉજવણી કરાશે.
પ્રથમ દિવસે સમારોહના અધ્યક્ષ તરીકે જ્ઞાનવિહાર એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ ખીમજીભાઈ એસ. પટેલ અને બીજા દિવસે પ્રેરણાપીઠ અમદાવાદ ના પીઠાધીશ્વર પૂ.જગદૃગુરુ જ્ઞાનેશ્વરદેવાચાયઁજી સ્થાન શોભાવશે.