રાજનીતિ
લોકસભા ચુંટણી પહેલાં આજે દિલ્હીમાં ભાજપના ટોચના નેતાઓની યોજાશે બેઠક
અમીત શાહ પણ ઉપસ્થિત રહે તેવી સંભાવનાઓ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
લોકસભા ચૂંટણી પહેલા બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા શનિવારે નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે તમામ રાજ્યોના ચૂંટણી પ્રભારીઓ અને સહ-પ્રભારીઓ સાથે બેઠક કરશે. ભાજપના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા લોકસભા ચૂંટણીને લઈને એક મોટી બેઠક કરશે.
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે બેઠકમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં અમિત શાહ પણ હાજરી આપે તેવી શક્યતા છે. તમામ રાજ્યના ચૂંટણી પ્રભારીઓને ચાલી રહેલા સરકારી અભિયાનો અને યોજનાઓનો રિપોર્ટ લાવવા માટે કહેવામાં આવ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પક્ષ માટે 370 થી વધુ બેઠકો અને NDA માટે 400 થી વધુ બેઠકોના લક્ષ્યાંકને અનુરૂપ, ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં મહત્તમ બેઠકો મેળવવા માટે સંકલ્પબદ્ધ છે.