મિટીંગ

ખેડબ્રહ્મા તાલુકા નિવૃત કમઁચારી મંડળનુ અધિવેશન યોજાયુ

અધ્યક્ષ સ્થાને ચતુરસિંહ ચૌહાણ રહ્યા ઉપસ્થિત

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ 

ખેડબ્રહ્મા તાલુકા નિવૃત કમઁચારી મંડળનુ વાષિઁક અધિવેશન ગઢડા શામળાજી મંદિરના જેસીંગબાપા સભાખંડમાં જીલ્લા પ્રમુખ ચતુરસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાયુ હતુ.

અધિવેશનની શરુઆત ખેડબ્રહ્મા તાલુકા નિવૃત કમઁચારી મંડળના પ્રમુખ મહોબતસિંહ રહેવરના સ્વાગત પ્રવચનથી કરવામાં આવ્યુ હતુ.

નિવૃત કમઁચારીઓ માટે ગુજરાત સરકારે વખતો વખતની માગણીઓ પુરી કરી છે પણ હજુય કેટલાય પ્રશ્નોનુ નિરાકરણ આવેલ નથી તેનો રાજ્ય સરકાર સત્વરે ઉકેલ લાવે તેવુ અધ્યક્ષ સ્થાનેથી સાબરકાંઠા જીલ્લા નિવૃત કમઁચારી મંડળના પ્રમુખ ચતુરસિંહ ચૌહાણે ઉપસ્થિત પેન્શનરોને જણાવ્યુ હતુ.

જ્યારે સાબરકાંઠા જીલ્લા ભાજપ મહામંત્રી લુકેશ સોલંકી, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતીના ચેરમેન હિમાંશુ નિનામા, ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ પટેલ, ભાજપ નેતા જશુભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કયુઁ હતુ.

અધિવેશન દરમ્યાન નિવૃત કમઁચારીઓના કાનની બહેરાશનો નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં કાનને લગતી બહેરાશનુ નિદાન કરાવ્યુ હતુ.

આ પ્રસંગે દરેક જીલ્લાના દરેક તાલુકાના નિવૃત કમઁચારી મંડળના પ્રમુખ અને મંત્રી સહીત નિવૃત કમઁચારી મંડળના હોદ્દેદારો અને ભાજપ સંગઠનના પદાધિકારીઓ તેમજ પેન્શનરો તેમજ આમંત્રિત

મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અધિવેશનમાં ભોજનના દાતા તરીકે ગુંદેલ હાઈસ્કુલના પૂર્વ આચાર્ય અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડાહ્યાભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા અને આભારવિધી મંડળના ઉપપ્રમુખ કિતીઁકુમાર ઉમીયાશંકર જોષીએ કરી હતી.

Back to top button
error: Content is protected !!