ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
સાબરકાંઠા જીલ્લાના નવી મેત્રાલની આરડેકતા હોમિયોપેથીક કૉલેજમાં ઈન્સ્ટીટયુટના
ડાયરેક્ટરઆર.ડી.પટેલ ના અધ્યક્ષ પદે “વિશ્વ હોમિયોપેથીક ડે ” ની ઉજવણી કરવામાં હતી.
જેમાં હોમિયોપેથીક સારવાર સાથે ફ્રી હોમિયોપેથીક કેમ્પ, હોમિયોપેથીકના શોધક ડૉ. સેમ્યુઅલ હેનિમેનની
જીવન કથન અંગે ચર્ચા તેમજ તબીબી જાગૃતિ અંગેની નાટીકા વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા.
લગભગ ૩૦૦ વર્ષનો જુનો ઈતિહાસ ધરાવતી હોમિયોપેથીક સારવારના ફાયદા અને મહત્વ અંગે સંસ્થાના ડાયરેકટર આર.ડી. પટેલ દ્વારા વકતવ્ય આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોમીયોપેથીક કૉલેજના પ્રિન્સીપાલ ડૉ.ચતુર્ભુજ અને વિધાથીઁઓ, સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.