Blog
લોકસભા ચુંટણી માટેનો પ્રચાર ધીમે ધીમે પગલા માંડે છે…
પણ જોઈએ તેવો માહોલ જામતો નથી : મતદારો પણ નિરસ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ગુજરાત રાજયમાં લોકસભાની 26 બેઠકોની ચુંટણી યોજાવાની છે. પણ હજુ ચુંટણીનો માહોલ બરાબર જામ્યો નથી.
પણ ભારતીય જનતા પાર્ટી મતદારોને આકષઁવા માટે વિવિધ તરકીબો અપનાવીને બેઠક અંકે કરવા માટે પ્રચાર કરી રહી છે. કાયાઁલયો પણ સુમસામ જોવા મળી રહ્યા છે.
તા.1 મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરસભા હિંમતનગર ખાતે યોજાશે ત્યાર બાદ ચુંટણીને આડે પાંચ દિવસ બાકી રહેશે ત્યારે કેવો માહોલ સજાઁશે તે જોવુ રહ્યુ.
આ બાજુ કોંગ્રેસના ઉમેદવાર પણ ગામડે ગામડે ફરીને મતદારોને આકષીઁ રહ્યા છે પણ તેમના કોઈ સ્ટાર પ્રચારકની જાહેરસભા સાબરકાંઠા જીલ્લામાં યોજાશે કે નહી તેવા કોઈ વાવડ નથી.