રાજ્યસભા સાંસદ તેમજ લોકસભાના ઉમેદવારે ખેડબ્રહ્મા ભાજપના કાયઁકરો સાથે બેઠક કરી
લોકસભા ચુંટણી અંતર્ગત યોજાઈ બેઠક
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
તા.7 મે ના રોજ ગુજરાત રાજ્યમાં ત્રીજા ચરણમાં યોજાનાર લોકસભા બેઠકની ચુંટણી યોજાવાની છે. જીલ્લા વહીવટીતંત્ર તો તૈયાર છે પણ સાથે રાજકીય પક્ષો પણ છેલ્લી ઘડીની તૈયારીઓ કરી રહ્યા છે.
ખેડબ્રહ્મા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને બેઠકમાં જીલ્લા મંત્રી મીનાબેન જોષી તથા અન્ય બહેનોએ શોભનાબેન બારૈયાનુ ખેસથી સ્વાગત કયુઁ હતુ. ગુરુવારના રોજ સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ
ખેડબ્રહ્મા શહેર અને તાલુકાના કાયઁકરોને જણાવેલ કે ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર જંગી મતદાન થાય તે માટે આહવાન કયુઁ હતુ. આ બેઠકમાં તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જયારે રાજ્યસભા સાંસદ અને સ્ટાર પ્રચારક રમીલાબેન બારાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં ખેડબ્રહ્મા શહેર ભારતીય જનતા પાર્ટીના જવાબદાર હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ કરી હતી.
આ બેઠકમાં રમીલાબેન બારાએ ઉપસ્થિત કાયઁકરોને જણાવેલ કે મતદાનના દિવસે સવારે 6 : 30 થી સાંજે 6 કલાક સુધી દરેક કાયઁકરો પોતાના બુથ પર હાજર રહી દરેક પેજ પર 100 ટકા મતદાન થાય તે માટે એક દિવસ જાગૃત રહેવાનુ છે પછીના પાંચ વષઁ આપણા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક માટે જાગૃત રહેશે તેમ જણાવ્યુ હતુ.
આ બેઠકમાં ખેડબ્રહ્મા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રાવલ, મહામંત્રીઓ રાજેન્દ્રસિંહ ચૌહાણ અને પ્રશાંત પટેલ સહીત હોદ્દેદારો અને કાયઁકરો ઉપસ્થિત રહ્યા હતા.