ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
દરેક વ્યકિત હાલના સમયમાં પોતાનુ સ્વાસ્થ્ય સારુ રહે તે માટે ખાવા પીવામાં સંયમતા રાખે અથવા તો ડાયેટ ફુડ પર રહે છે પણ ખેડબ્રહ્મા સ્થિત અંબિકા મહીલા મંડળની બહેનો દ્રારા આજે સામુહીક યોગ કરવામાં આવ્યા હતા.
અત્યારે હાલ ગરમીએ તેનુ રૌદ્ર સ્વરૂપ ધારણ કયુઁ છે ત્યારે સૌ કોઈ પંખા કે એસી નીચે બેસીને ઠંડક અનુભવી રહ્યા છે. પણ ખેડબ્રહ્માના અંબિકા મહીલા
મંડળની 50 જેટલી બહેનો દ્રારા આજે વહેલી સવારે સામુહીક યોગ કરીને પોતાનુ સ્વાસ્થ્ય સારુ રહે તે માટે સમાજને એક મેસેજ આપ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર વિશ્વએ પણ ત્યારથી યોગ ને અપનાવ્યા છે તેવુ યોગ ટ્રેનર કીંજલ પેઠીયાએ જણાવ્યુ હતુ.
જયારે અંબિકા મહીલા મંડળની દરેક બહેનોએ તા.7 મે ના રોજ 100 મતદાન કરવા માટે અપીલ કરી હતી.