ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ઈડર વડાલી ખેડબ્રહ્મા જૈન પ્રગતિ મંડળ અમદાવાદ આયોજીત સ્નેહ સંમેલન 2024 યોજાયુ હતુ. જેમાં મોટી સંખ્યામાં ઈડર વડાલી અને ખેડબ્રહ્મા ગામના વતની પરંતુ હાલ અમદાવાદ શહેરમાં વસતા પરિવારનુ એક સ્નેહ સંમેલન તા. 5-5-2024ને રવિવારે ચંદ્ર મૌલેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશન હોલ ચંદ્રનગર પાલડી ખાતે યોજાયુ હતુ.
સમાજની આ ભાગદોડ ભરી જીંદગીમાંથી પોતાનો સમય કાઢી નાના બાળકો, યુવાનો તેમજ વયોવૃધ્ધ સભ્યોએ ખૂબ જ ઉત્સાહભેર હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં નાના બાળકોથી માળી આબાલ વૃદ્ધ જોડાઈ શકે તેવા એક કલ્ચરલ કાર્યક્રમનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનુ સંચાલન સલોની શાહે કર્યું હતું સાથે સાથે સેતુ શાહના વડપણ હેઠળ મોટીવેશનલ કાર્યક્રમનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખ જયેશભાઈ મહેતાએ મહેમાનોને આવકાર્યા હતા અને પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. સેક્રેટરી રોહિતભાઈ મહેતાએ ગત વર્ષ દરમિયાનની કામગીરી અને આગામી વર્ષના કાર્યક્રમ અંગેની રૂપરેખા આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સલોની શાહે કર્યું હતુ.