ધો.10 નુ પરિણામ જાહેર : શેઠ કે.ટી.હાઈસ્કૂલ અને જ્યોતિ વિદ્યાલયના વિધાથીઁઓએ રંગ રાખ્યો
પ્રમુખ મંત્રી આચાર્ય તથા શિક્ષક મિત્રોએ અભિનંદન પાઠવ્યા
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
આજે તા.11 મે ના રોજ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધો.10નુ પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. જેમાં રાજ્યના શિક્ષણમંત્રી અને બોડઁના સચિવે દરેક વિધાથીઁઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
શેઠ કે.ટી.હાઈસ્કૂલનુ ધો.10 નુ પરિણામ
તે પૈકી ખેડબ્રહ્મા કેન્દ્રનુ 74.87 % આવ્યુ છે. જ્યારે શેઠ કે.ટી.હાઈસ્કૂલ ખેડબ્રહ્માનુ 68 % પરિણામ આવતાં કેળવણી મંડળના પ્રમુખ અશ્વિનકુમાર જોષી, મંત્રી શૈલેષભાઈ મહેતા, આચાર્ય વિભાષભાઈ રાવલ, કેમ્પસ ડાયરેક્ટર કપીલભાઈ ઉપાધ્યાય તથા સુપરવાઈઝર પ્રકાશભાઈ પટેલ અને શિક્ષકોએ તમામ વિધાથીઁઓને અભિનંદન પાઠવ્યા હતા.
જ્યોતિ વિદ્યાલયનુ ધો.10 નુ પરિણામ
આજરોજ જાહેર થયેલ SSC બોર્ડના પરિણામમાં ખેડબ્રહ્માની સંતશ્રી નથુરામબાપા જ્યોતિ વદ્યાલયના વિધાથીઁઓએ પણ રંગ રાખ્યો હતો.
ધો.10 માં અભ્યાસ કરી રહેલ તમામ વિધાથીઁઓએ શાળાનું ગૌરવ વધારવા અને શાળાનું સુંદર પરિણામ બદલ આચાર્ય સુરેશ પટેલ અને મંત્રી જેઠાભાઈ પટેલ દ્વારા સૌ સ્ટાફને અભિનંદન આપવામાં આવ્યા હતા.