ખેડબ્રહ્મા ખાતે હાઈસ્કૂલના આચાર્યોની નોડલ મીટીંગ યોજાઈ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
સંતશ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે તક્ષશિલા શાળા વિકાસ સંકુલની નોડલ મીટીંગ યોજાઈ હતી જેમાં કુલ 64 આચાર્યશ્રીઓ હાજ
રહ્યા હતા. નવા સત્રથી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી અંતર્ગત ધોરણ 9 થી ધોરણ 12 ની દીકરીઓને વર્ષે 10 હજાર રૂપિયા સરકારના શિક્ષણ વિભાગ તરફથી મળવાના છે અને ધોરણ 11-12 સાયન્સના તમામ બાળકોને આ લાભ મળનાર છે જે અંતર્ગત સાબરકાંઠા જીલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી
દિલીપભાઈ પટેલ અને કે.સી દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યુ હતુ. આ પ્રસંગે શાળાના આચાર્ય સુરેશ પટેલે શાબ્દિક અભિવાદન કરી અને બંને અધિકારીઓનું સાલથી સન્માન કરેલ. આચાર્યશ્રીઓને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન કરવામાં આવેલ તથા આ કામગીરી સત્વરે પૂરી કરવા અનુરોધ
કરવામાં આવ્યો હતો. સૌ આચાર્યશ્રીઓએ પણ બાળકોના હિતમાં ઝડપથી કામગીરી પૂરી કરવા સંપૂર્ણ સાથ અને સહકાર આપવાની ખાતરી આપી હતી. આભાર દર્શન એસ.વી.એસ. કન્વીનર આચાર્ય વિભાસભાઈ રાવલ દ્વારા કરવામાં આવેલ હતી.