ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
વડતાલ સંપ્રદાયના વાડી સ્વામિનારાયણ મંદિરના જગત પાવન સ્વામી પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. પીડિત યુવતીએ વાડી પોલીસ મથકે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જગત પાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવી છે.
વડતાલ સંપ્રદાયના વાડી સ્વામિનારાયણ મંદિરના જગત પાવન સ્વામી પર ફરિયાદ નોંધાવવા માટે વાડી પોલીસ સ્ટેશન પહોંચેલી ફરિયાદી યુવતીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, આ ઘટના 2016 ના વષઁની છે અને હુ આજે ફરિયાદ નોંધાવવા માટે આવી છુ. હુ જગત પાવન સ્વામી સામે ફરિયાદ નોંધાવવા આવી છુ તેઓ 2016માં વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે કોઠારી સ્વામી હતા.
યુવતીએ જણાવ્યુ કે, 2014થી અમે મંદિરે દર્શન કરવા માટે જતા હતા અને 2016માં એક દિવસ રાતે મારા ફોનમાં એક ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ જગત પાવન સ્વામી જણાવ્યું હતુ. જે બાદ તેઓ દરરોજ ફોન કરતા હતા અને ફોન પર અભદ્ર વાતો કરતા હતા.
તેણીએ આક્ષેપ કરતા જણાવ્યુ કે, જગત પાવન સ્વામીએ 2016માં ઘડિયાળ ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરના નીચેના રૂમમાં બોલાવી હતી અને પછી દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન મને તેઓએ ધમકી આપી હતી કે તું કોઈને કહીશ તો તારા પરિવારને જાનથી મારી નાખીશ.
તેણીએ જણાવ્યું કે, સ્વામી સોશિયલ મીડિયા પર નુ ગ્રુપ હતુ, જેમાં ગ્રુપ વીડિયો કોલ કરાવતા હતા અને તેમાં ખરાબ હરકતો કરાવતા હતા. આ ઘટના બની ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી અને અત્યારે મારી ઉંમર 23 વર્ષની છે. 2016માં ઉંમર નાની હોવાથી કોઈએ મારી વાતને ગંભીરતાથી લીધી ન હતી.
મારી એક જ માંગ છે કે, જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને મારી જેમ અન્ય કોઈ યુવતી આમનો ભોગ ન બને. આ કૃત્યમાં કોણ-કોણ સામેલ હતા એવો સવાલ પૂછતા યુવતીએ એચ.પી સ્વામી, કે.પી સ્વામી અને જે.પી સ્વામીના નામનો ઉલ્લેખ કર્યો હતો.