ખેડબ્રહ્માના રાધીવાડ પાસે કાર અથડાઈને શોટ સકિઁટથી સળગી ઉઠી : એક જ પરિવારના 7 લોકો ઘાયલ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
આજે બપોરના સુમારે ખેડબ્રહ્માનો વણીક પરિવાર અંબાજી માતાજીના દશઁન કરી કારમાં પરત ફરી રહ્યો હતો ત્યારે ખેડબ્રહ્માથી પાંચ કિમીના અંતરે બાજુમાં ગરનાળાની પાળી સાથે અચાનક અથડાતાં કારમાં
શોટ સકિઁટ થતાં તુરંત સળગી ઉઠી હતી અને કારમાં સવાર થયેલ તમામ ઘાયલ થયા હતા. કાર અથડાતાં ધડાકો થતાં આજુબાજુથી સ્થાનિક લોકો દોડી આવીને કારમાં સવાર તમામને બહાર કાઢ્યા હતા.
મળતી માહીતી મુજબ ખેડબ્રહ્મા શહેરમાં સ્ટેશન રોડ પર કરીયાણાની દુકાન ધરાવતો પરિવાર આજે પોતાની કાર લઈને અંબાજી દશઁન કરીને બપોરના ટાઈમે ખેડબ્રહ્મા પરત ફરી રહ્યા હતા. ત્યારે રાધીવાડ ગામ નજીક સીએનજી પંપ સામે ગરનાળાની પાળી
સાથે કાર અચાનક અથડાઈ હતી અને પાળી કુદીને કાર સાઈડમાં ફેકાઈ જતાં જ કાર સળગી ઉઠતાં આજુબાજુના લોકો દોડી આવીને કારમાં સવાર સાતેય ને બહાર કાઢી લીધા હતા. ત્યારબાદ કારે તેનુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં 7 સભ્યોનો બચાવ થતાં લોકોએ ભગવાનનો આભાર માન્યો હતો.
કારમાં સવાર સાતેય ઘાયલોને ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા તમામ ને નાની મોટી ઈજાઓ થતાં પ્રાથમિક સારવાર અપાયા બાદ ઈડરની ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ઈજાગ્રસ્તો
1.શાહ ખુશ્બુ ગોતમભાઈ (28)
જાંગ અને પગનો પંજો ચીરાયો
2.શાહ અનિતાબેન સુરેશભાઈ (55)
ડાબા પગે ફ્રેકચર
3.કોઠારી નરેશભાઈ સંપતલાલ (38)
માથાના ભાગે ઈજા
4.કોઠારી સોનલબેન નરેશભાઈ (35)
મોઢાના ભાગે ઈજા
5.શાહ ચિરાગ પ્રકાશભાઈ (28)
કમરના ભાગે ઈજા
6.શાહ ચમકી નરેશભાઈ (11)
નોમઁલ ઈજા
7.શાહ જીયાન નરેશભાઈ (7)
જમણા પગે ફ્રેકચર
તમામ રહે. ખેડબ્રહ્મા