ખેડબ્રહ્મામાં સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે નાગરિકો યોગમય બન્યા
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
તા. 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવી હતી. દસમા વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર વિવિધ જગ્યાઓ પર યોગ કરાયા હતા. ભારતીય પરંપરા મુજબ યોગ
શારીરીક અને માનસિક સ્વાથ્ય માટે ખુબ જ ઉપયોગી છે. આ યોગના મહત્વને નાગરીકો સમજે અને દરેક નાગરીક સ્વંય યોગ કરી સ્વથ્ય બને તે હેતુથી વિશ્વ
યોગ દીવસની ઉજવણી ખેડબ્રહ્મા શહેરમાં અલગ અલગ સ્થળ પર કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો યોગમાં જોડાયા હતા.
સરકારી વહીવટીતંત્ર દ્રારા ખેડબ્રહ્મા શહેર અને તાલુકા કક્ષાની ઉજવણી શેઠ કે.ટી.હાઈસ્કૂલમાં યોગ ટ્રેનર ચેતના સોલંકી દ્રારા યોગ કરાવ્યા હતા. જેમાં
મામલતદાર એન.ટી.પરમાર, ચીફ ઓફીસર સાવન રતાણી, પી.એસ.આઈ. એ.વી.જોષી, આચાર્ય વિભાષભાઈ રાવલ, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ વિવિધ કચેરીનો સ્ટાફ, હાઈસ્કૂલ ના શિક્ષકો તથા વિધાથીઁઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ખેડબ્રહ્મા શહેર અને તાલુકા ભાજપ દ્રારા બગીચામાં યોગ કરવામાં આવ્યા હતા. જેમાં તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, શહેર પ્રમુખ અરવિંદભાઈ
રાવલ, ખેતીવાડી અને સિંચાઈ સમિતિના પૂર્વ ચેરમેન હિતેન્દ્રસિંહ ચૌહાણ, શહેર મહામંત્રીઓ રાજેન્દ્રસિંહ ચૌહાણ, પ્રશાંત પટેલ, જીલ્લા મંત્રી મીનાબેન જોષી તથા કાયઁકરો અને નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં યોગ ટ્રેનર તરીકે ભાવેશ સુથાર જોડાયા હતા.
જ્યોતિ હાઈસ્કૂલ માં શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને યોગ દિવસ ઉજવાયો હતો. સાથે આચાર્ય સુરેશ પટેલ તથા
વિધાથીઁઓ તથા નવા મારવાડાના નાગરીકો દ્રારા સંગીતમય યોગ તથા સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા.
ખેડબ્રહ્માની જ્યુડીશીયલ કોટઁમાં જજ કે.સી.મંઘાણીના અધ્યક્ષ સ્થાને યોગ ટ્રેનર ચંદ્રકાન્ત ચૌહાણે યોગ કરાવ્યા હતા જેમાં બાર
એસોસીએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ ચાવડા તથા વકીલ સભ્યો તથા કમઁચારીઓ યોગમય બન્યા હતા.