પોલીસ

બિભત્સ ઈશારા કરતા બે યુવકો સામે ખેડબ્રહ્માની યુવતીએ નોધાવી પોલીસ ફરીયાદ

યુવકો થી ત્રાસી જઈને યુવતીએ કરી પોલીસ ફરિયાદ

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

ખેડબ્રહ્મા શહેરના નવા મારવાડામાં રહેતી ૨૫ વષિઁય યુવતીને ખેડબ્રહ્માનો જ યુવક ગંદા અને બિભત્સ ઈશારા કરતાં ચપ્પુ બતાવીને ડરાવવાની કોશીશ કરતા યુવક અને તેના મિત્ર થી ત્રાસી જઈ બંને યુવકો સામે યુવતીએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવી હતી.

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી મળતી માહીતી મુજબ ત્રણ માસ અગાઉ યુવતી તેના ભાઈ-ભાભી સાથે બજારમાં ખરીદી કરતા હતા તે સમયે એક યુવક ફરિયાદી યુવતીની બાજુમાં આવીને ઉભો રહેલ અને ગંદી નજરથી જોવા લાગ્યો હતો. તે વખતે યુવતીએ કંઈ જ ગણકાયાઁ વગર બધા ઘરે જતા રહ્યા હતા અને યુવતીએ ઘરે આવીને તેના ભાઈને વાત કરી હતી અને તપાસ કરતાં લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે રહેતો અમીત વર્ધમાનભાઈ નટ હતો. ત્યારબાદ સમય જતાં યુવતી જ્યારે બજારમાં કંઈક ખરીદી કરવા માટે જાય તો અમીત તેની પાછળ જતો અને વારંવાર ગંદા ઈશારા કરતો અને ચીઠી લખીને નાખતાં જે યુવતીએ ઉઠાવી ન હતી અને તેના ભાઈને જાણ કરતાં ભાઈ – બહેન બંને પોતાની ગાડીમાં બેસીને ઘર તરફ આવતા હતા તે વખતે પણ યુવક અમીત પાછળ પાછળ આવતો હતો.  બીજા દિવસે યુવતીના બંને ભાઈઓ પોતાના ધંધાથેઁ ઘરેથી નીકળી ગયા હતા ત્યારે યુવતીના ઘરની બાજુમાં રહેતા તેના મિત્રના ઘરે અમીત પોતાની ફોચ્યુઁનર કાર લઈને આવેલો તે સમયે યુવતી ઘરની બહાર કચરા પોતા કરતી હતી અને અમીત તે વખતે પણ ગંદા ઈશારા કરતો હતો. અમીત તેના મિત્ર ના ઘરે રોજેરોજ આવતો હતો તે રોજનુ થયુ હતુ. જ્યારે યુવતીના ભાઈઓ ધંધાથેઁ જાય ત્યારે દક્ષ નામનો અન્ય યુવક આ યુવતીની રેકી કરતો હતો અને દક્ષના રોજના વારંવારના આંટાફેરાથી યુવતીના આજુબાજુના લોકો પણ ત્રાસી ગયા હતા અને તેને પુછેલ કે તુ વારંવાર અહી કેમ આવે છે ? ત્યારે દક્ષએ જણાવેલ કે હુ મારા કામથી આવુ છુ તમારે શુ લેવાદેવા તેમ કહી લોકો સામે પણ ખરાબ વર્તન કરી જવાબ આપતો હતો.

જ્યારે યુવતી તેની ભાભી બજારમાં કંઈક કામ અથેઁ બહાર જતા ત્યારે યુવતીની પાછળ પાછળ અમીત જતો નજીક જઈને કાગળમાં મોબાઈલ નંબર જેવુ કંઈક લખીને ફેકીને જતો હતો તે યુવતીએ તેના ભાઈઓને આ ઘટનાની જાણ કરી હતી. પણ યુવતી સમાજ અને પરિવારમાં બદનામી ના થાય તે માટે હવે બજારમાં જવાનુ પણ બંધ કરી દીધેલ હતુ. 

એકવાર અમીત તેના મિત્રને ઘરે આવીને ઉભો હતો ત્યારે યુવતીના ભાઈઓએ અમીતને કહેલ કે તુ મારી બેન સામે ગંદા ઈશારા કરીને કેમ પરેશાન કરે છે તો અમે તારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીશુ તેમ કહેતાં અમીત એકદમ ઉશ્કેરાઈ જઈને યુવતીના ભાઈઓને પણ ધમકાવતો હતો. પણ યુવતીએ સમાજ અને પરિવારમાં બદનામીના ડરથી પોલીસ ફરિયાદ કરેલ ન હતી.

એક વાર યુવતી એકટીવા લઈને બજારમાં લક્ષ્મીપુરા ચાર રસ્તા પર શાકભાજી લેવા ગઈ હતી તે વખતે પણ અમીત તેની ગાડી લઈને યુવતી પાસે ઉભો રહીને કારનો કાચ ખોલીને ચપ્પુ બતાવીને યુવતીને ગંદા ઈશારા કરતો હતો જેથી યુવતી ગભરાઈને ઘરે પરત આવી ગઈ હતી. આજ રીતે એકવાર યુવતી અને તેના ભાભી સાંજના સમયે શાકભાજી લેવા બહાર નીકળ્યા હતા તે સમયે નવા મારવાડાની બહાર નીકળવાના રસ્તા પર અમીત અને તેનો મિત્ર દક્ષ તેના કાળા કલરની ગાડી લઈને સામે આવીને ઉભી રાખીને તે સમયે અમીત અને તેનો મિત્ર દક્ષ ગાડીની બહાર નીકળીને અમીતના હાથમાં રહેલ ધારદાર ચપ્પુ બતાવીને યુવતીને કહેલ કે “ચલ મારી સાથે ગાડીમાં બેસી જા નહી તો આજે તને જીવતી નહી છોડુ અને મારી સાથે નહી આવે તો તારા ભાઈઓને મારી ગાડીથી ઉડાવી દઈશ અને તારા ભાઈઓને ૨૦ થી ૨૫ લાખ રુપિયા જોઈતા હોય તો હુ આપી દઈશ પણ તે સમયે યુવતીએ બુમાબુમ કરતાં લોકો ત્યાં ભેગા થઈ જતાં અમિત અને દક્ષ ત્યાંથી ભાગી ગયા હતા. આવા વારંવારના આંટાફેરા, ધમકી થી ત્રાસી જઈને યુવતીએ આખરે બંને ભાઈઓ અને પડોશીએ યુવતીને હિંમત આપીને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને અમીતકુમાર વર્ધમાનભાઈ નટ, ખેડબ્રહ્મા અને દક્ષ સુખજીભાઈ પ્રજાપતિ ખેડબ્રહ્મા વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસે કલમ ૩૫૪, ૩૫૪(ડી), ૩૪૧, ૫૦૪, ૨૯૪(બી), ૫૦૬(૨), ૧૧૪ ની કલમો લગાવી એફઆઈઆર નં.૧૧૨૦૯૦૨૮૨૪૦ થી ગુનો નોંધીને કાયદેસરની કાયઁવાહી કરવા યુવતીએ ફરિયાદ નોધીને સમગ્ર ઘટના બાબતે ખેડબ્રહ્મા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button
error: Content is protected !!