રાજય સહીત ખેડબ્રહ્મા તાલુકામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ યોજાયો
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ તા.26 થી 28 જૂન દરમ્યાન શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો, જેમાં ખેડબ્રહ્મા તાલુકામાં વિવિધ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આરડેકતા જ્ઞાનશક્તિ સ્કુલ ઑફ એકસેલેન્સ નવીમેત્રાલ ખાતે નાયબ નિયામક કમિશનર શાળાઓની કચેરી કે.એફ.વસાવાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ હતી જેમાં આરડેકતા ઈન્સ્ટીટયુટના ડાયરેક્ટર આર.ડી.પટેલ જોડાયા હતા.
સંતશ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ જીનલબેન ચૌધરી અન્ડર સેક્રેટરી ઈન્ડસ્ટ્રીઝ અને માઈન્સ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર ની ઉપસ્થિતિમાં ધોરણ 9 અને 11 ના દીકરા દીકરીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે વિધાલયના આચાર્ય સુરેશ પટેલ સહીત વિધાથીઁઓ ઉપસ્થિત રહ્યા હતા.
ખેડબ્રહ્માની જે.ડી.પટેલ હાઈસ્કૂલ ખાતે કે.એફ.વસાવા નાયબ નિયામક કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ હતી. જેમાં સંસ્થાના પ્રમુખ જશુભાઈ પટેલ, આચાર્ય સહીત વિધાથીઁઓ ઉપસ્થિત રહ્યા હતા.
ખેડબ્રહ્માની ચંચળબા પ્રાથમિક શાળામાં કે.એફ.વસાવા નાયબ નિયામક કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ હતી. સાથે ખેડબ્રહ્મા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા.
ખેડબ્રહ્મા ઊંચીધનાલ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ હતી. આ કાયઁક્રમમાં તાલુકા ભાજપ મંત્રી રીનાબેન પટેલ હાજર રહ્યા હતા.