ખેડબ્રહ્મામાં બીજા તબક્કામાં શહેરની અંદર પણ દબાણ દૂર કરાયા
કેટલા અંશે સફળ રહેશે તે જોવુ રહ્યુ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
યાત્રાધામ ખેડબ્રહ્મા શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધવાના કારણે આજે તાલુકા વહીવટીતંત્ર દ્રારા ખેડબ્રહ્મા શહેરની અંદર હંગામી દબાણો હટાવવાનુ ઓપરેશન હાથ ધરતાં નાના લારી ગલ્લા વાળાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને દુકાન આગળના પતરાના શેડ દૂર કરવા માટે સુચનાઓ આપી હતી.
ખેડબ્રહ્મા શહેરની અંદર દિનપ્રતિદિન વાહન અકસ્માતના વધતા બનાવોને લઈને શહેરમાં આવેલ હંગામી પતરાંના શેડ, ઉભા સાઈન બોર્ડ, નાના લારી – ગલ્લા, શાકભાજી, પાથરણા વાળાઓ તથા વાહનોની અવર જવર થતાં ટ્રાફિકની પણ સમસ્યા દિનપ્રતિદિન વધતાં આજે પ્રાંત અધિકારી નિમેષ પટેલના આદેશથી પી.ડબલ્યુ.ડીના ડેપ્યુટી એન્જીનીયર દિલીપ ચૌધરી, મામલતદાર એન.ટી.પરમાર, ચીફ ઓફીસર સાવન રતાણી, ખેડબ્રહ્મા પીએસઆઈ અજુઁન જોષી, સીટી સવેઁયર પૂવીઁ ઉપાધ્યાય, યુજીવીસીએલના ડે.એન્જીનીયર આર.વી.બારીયા સહીત સંબંધિત કચેરીના અધિકારીઓના સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દુકાનદારોને નડતરરુપ દબાણ જાતે હટાવવા માટે સુચનાઓ આપી હતી.
જેમાં શહેરની અંદર સ્ટેશન રોડ, સિવીલ રોડ, સરદાર રોડ, માતાજી ઢાળ પર દબાણ સમિતીએ પ્રથમ તબક્કામાં આજે નડતરરુપ દબાણ હટાવવાની સુચનાઓ આપવાથી શહેરના વહેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જ્યારે કેટલીક જગ્યાએ વહેપારીઓ સાથે રકઝક થતી જોવા મળી હતી.
વાહનોની અવર-જવરમાં સરળતા રહેતાં દબાણની કામગીરીને આમ જનતાએ આવકારતા કાપડના વહેપારી મનુભાઈ સોલંકીએ મામલતદારને સવાલ કયોઁ હતો કે, આ દબાણ હટાવવાની કામગીરી એક – બે દિવસ પુરતી છે કે શુ ? ત્યારે મામલતદારે જણાવેલ કે, દબાણ હટાવની કામગીરી હવે રોજબરોજની ચાલુ રહેશે.
નગરપાલિકાતંત્ર મામા – માસીનો સગાવાદ ના ચલાવે અને સવેઁને સમાન ન્યાય આપે તેવુ વહેપારીઓમાં ચચાઁ થતી જોવા મળી હતી.
દૂર કરેલ અને દૂર કરવાના બાકી દબાણોની અસર ક્યાં સુધી રહે છે ? તે જોવુ રહ્યુ…