ધાર્મિક

રથયાત્રા નિમિતે શાંતિસમિતીની બેઠક યોજાઈ : પોલીસ દ્રારા ફુટ પેટ્રોલીંગ યોજાયુ

રાધાકૃષ્ણ મંદિરથી રથયાત્રાનુ પ્રસ્થાન કરાશે

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

તા.7 જુલાઈના રોજ ખેડબ્રહ્મા શહેરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ખેડબ્રહ્મા નગરની પરિક્રમાએ નીકળશે. રથયાત્રાનુ પ્રસ્થાન ગામ વિસ્તારના રાધાકૃષ્ણ મંદિરથી કરવામાં આવશે જે

રથયાત્રા નગરના પરંપરાગત રુટ પરથી પસાર થશે ઠેર ઠેર સ્વાગત તથા આરતી, મહાપ્રસાદના સામૈયા થશે. જ્યારે શેઠ કે.ટી.હાઈસ્કૂલ વિસ્તારના વહેપારીઓ તરફથી મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવેલ છે. મામેરુ તથા વિસામા પછી સાંજે રથ નિજ મંદિરે પરત ફરશે.

રથયાત્રા નિમિતે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતીની બેઠક યોજાઈ હતી. સાથે ખેડબ્રહ્મા સીપીઆઈ ડી.એન.સાધુ તથા પીએસઆઈ એ.વી.જોષી તથા પોલીસ કમીઁઓ દ્રારા શહેરમાં ફુટ પેટ્રોલીંગ યોજવામાં આવેલ હતુ.

Related Articles

Back to top button
error: Content is protected !!