ખેડબ્રહ્માની શેઠ કે.ટી.હાઈસ્કૂલના ધો.૬ થી ૮ ના વગઁનો મામલો
વાલીઓએ પ્રાન્ત અધિકારીને રજૂઆત કરી
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ખેડબ્રહ્માની શેઠ કે.ટી.હાઈસ્કૂલ માં પ્રાથમિક વિભાગના ધો.૬ થી ૮ ના ગ્રાન્ટેડ શાળાના વગોઁની મંજુરી રદ કરતો હુકમ સાબરકાંઠા જીલ્લા શિક્ષણાધિકારી દ્રાર કરાયો હતો સાથે પાંચ શિક્ષકોને ફાજલના રક્ષણ સાથે હુકમ કરાયો હતો જેમાં શિક્ષકોને અન્ય ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં સમાવેશ કરવાનુ જણાવાયુ છે.
જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ બીજા દિવસે પણ આક્રોશ સાથે હોબાળો મચાવ્યો હતો. સાથે ધો.૬ થી ૮ ના ગ્રાન્ટેડ વગોઁ બંધ કરીને વિધાથીઁઓને નજીકની અન્ય સરકારી શાળામાં પ્રવેશ અપાવવા માટે પણ આદેશ કરાતાં વિધાથીઁઓ અને વાલીઓમાં નારાજગી જોવા મળી હતી.
આ વગોઁ બંધ ના થાય અને કોઈક રસ્તો નીકળે તેના માટે શાળા સમયથી જ વાલીઓની હાઈસ્કૂલમાં મિટીંગ મળી હતી. જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરવા ગયા હતા પણ ત્યાં
ટીપીઓ ન મળતાં ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી સમક્ષ તમામ હકીકતની આક્રોશ સાથે રજૂઆત કરતાં જણાવેલ કે જો સરકારને વગોઁ બંધ કરવાજ હતા તો એપ્રિલ માસમાં સત્ર પુરુ થાય તે સમયે જ સંસ્થાને જાણ કરવી હતી. તો વાલીઓ તેમના વિધાથીઁઓને
કઈ શાળામાં અભ્યાસ કરવા માટે મુકવા તે નિર્ણય લઈ શકાયો હોત તેવુ વધુમાં સરકારના શિક્ષણ વિભાગ, સાબરકાંઠા જીલ્લા શિક્ષણાધિકારી તેમજ મંડળને જણાવેલ કે હાલ શાળા શરુ થયાને એક માસ જેટલો
સમય થઈ ગયો છે જેથી વિધાથીઁઓ માટે સ્ટેશનરી, ગણવેશ તથા અભ્યાસકીય અન્ય સામગ્રી લાવ્યા તેનુ શુ ? જેથી હાલના સમયમાં તો વગોઁ ચાલુ રાખવા રજૂઆત કરી હતી.