વૃક્ષારોપણ
“એક વૃક્ષ માતા કે નામ” અંતર્ગત શેઠ કે.ટી.હાઈસ્કૂલ માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ધરતીને હરીયાળી બનાવવા માટે રાજ્ય સરકાર ની સાથે સાથે શેઠ કે.ટી.હાઈસ્કૂલના NSS ના વિધાથીઁઓ
દ્રારા હાઈસ્કૂલના મેદાનમાં પ્રિન્સીપાલ વિભાસ રાવલની ઉપસ્થિતમાં વૃક્ષારોપણ કાયઁક્રમ યોજાયો હતો. જેમાં અલગ-અલગ પ્રકારના વૃક્ષો રોપીને NSS
ના વિધાથીઁઓ માવજત કરશે તેવુ પ્રિન્સીપાલે જણાવ્યુ હતુ. NSS ના પ્રોગ્રામ ઓફિસર ભાવેશ
વાઘેલાના માગઁદશઁન હેઠળ યોજાયેલ કાયઁક્રમમાં વ્યાયામ શિક્ષક વિપુલભાઈ, મયંકભાઈ તથા સિનીયર સિટીઝન કિતીઁકુમાર જોષી જોડાયા હતા.
છેલ્લે વિધાથીઁઓએ અલ્પાહાર લીધો હતો.